Not Set/ સોમનાથ મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર

સોમનાથ મંદિરના દર્શન સમુદ્રમાંથી લોકો કરી શકે તે માટે દોઢ કિમી.લાંબો રોડ બનાવશે. એટલું જ નહિ ઇજરાઇલના વડાપ્રધાન આવે તે પહેલાં ઇજરાઇલની કંપનીએ આપી સોમનાથ ટ્રસ્ટને ઓફર દરિયાના પાણીને મીઠું કરવામાં ઇજરાઇલની કમ્પની પાસેથી ટર્સ્ટ ખરીદાશે ખાસ વાહન સામગ્રી. સોમનાથ મહાદેવ મંદિર ની લોક પ્રિયતા માં સતત વધારો થઈ રહ્યો છે. દેશ દુનિયા ના શ્રદ્ધાળુઓ ની […]

Top Stories
somnath સોમનાથ મહાદેવ મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે ખુશીના સમાચાર

સોમનાથ મંદિરના દર્શન સમુદ્રમાંથી લોકો કરી શકે તે માટે દોઢ કિમી.લાંબો રોડ બનાવશે. એટલું જ નહિ ઇજરાઇલના વડાપ્રધાન આવે તે પહેલાં ઇજરાઇલની કંપનીએ આપી સોમનાથ ટ્રસ્ટને ઓફર દરિયાના પાણીને મીઠું કરવામાં ઇજરાઇલની કમ્પની પાસેથી ટર્સ્ટ ખરીદાશે ખાસ વાહન સામગ્રી.

સોમનાથ મહાદેવ મંદિર ની લોક પ્રિયતા માં સતત વધારો થઈ રહ્યો છે. દેશ દુનિયા ના શ્રદ્ધાળુઓ ની આવક દર વર્ષે નવા રેકોર્ડ તોડી રહી છે તો સોમનાથ ટ્રસ્ટ ની વાર્ષિક આવક 35 કરોડ ને પાર પહોંચી છે.

જો કે સોમનાથ મંદિરે વધારે માં વધારે શ્રદ્ધાળુઓ આવે અને શ્રદ્ધાળુઓ ને વધુ ફેસિલિટી આપી શકાય. તે હેતુ થી સોમનાથ ટ્રસ્ટ અને સરકાર દ્વારા 100 કરોડ થી વધુ નો ખર્ચ કરી ત્રણ પ્રોજેકટ પર કામ હાથ ધરાશે.

સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી પીકે લેહરી ના કહેવા મુજબ, 2500 થી વધુ નાના મોટી કારો અને મોટા વાહનો પાર્ક કરી શકાય. તે માટે ભારત સરકાર પાર્કિંગ સંકુલ બનાવવા જઈ રહ્યું છે. જેમાં ટુરિસ્ટને ફ્રેશ થવા તેમજ ચા-નાસ્તાની સુવિધા હશે.

55 કરોડથી વધુના ખર્ચે સોમનાથ મંદિરની પાછળથી એટલે કે સાગર દર્શનથી ત્રિવેણી ઘાટ આશરે દોઢ કિમી. લાંબો દરિયાની અંદર રસ્તો બનાવશે. જેને રંગબીરંગી રોશનીથી જળહળતો કરાશે. આ રસ્તાના કારણે શ્રદ્ધાળુઓ સમુદ્રમાંથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકશે.

પી કે લેહરી (ટ્રસ્ટી સોમનાથ ટ્રસ્ટ ) ના કહેવા મુજબ, ઇજરાઇલના વડાપ્રધાન ભારત આવી રહયા છે. પરંતુ તે પહેલા જ ઇજરાઇલની સરકાર દ્વારા સોમનાથ ટ્રસ્ટ ને એક ઓફર અપાય છે, કે તેઓની એક કંપની પાસેથી વાહન ખરીદશે. તે વાહન દરિયાના પાણીને મીઠું કરશે. જે વાહનનું નિદર્શન પીએમ મોદીએ નિહાળ્યું છે. આ ખાસ વાહન સોમનાથ ટ્રસ્ટ ખરીદશે અને સમુદ્રના ખારા પાણીને મીઠું કરી પીવામાં ઉપયોગમા લેવાશે.

સોમનાથમા પાર્કિંગ રોડ અને ખારું પાણી મીઠું કરવાના અલગ અલગ ત્રણ પ્રોજેક્ટો પાછળ 100 કરોડ થી વધુ રકમ ખર્ચ કરાશે.

સોમનાથ મહાદેવ મંદિરની લોકપ્રિયતામા સતત વધારો થઈ રહ્યો છે. વર્તમાન છેલ્લાં એક મહિનામાં સોમનાથ ટ્રસ્ટને લગભગ 1.15 કરોડ ની આવક થઈ છે.

અમે આપને જણાવી દઈએ કે, ગતવર્ષ સોમનાથ મહાદેવ મંદિર ની વાર્ષિક આવક લગભગ 33 કરોડ થઈ હતી. તો આવતા શ્રદ્ધાળુઓ ની સઁખ્યા પણ એક વર્ષમાં લગભગ 90 લાખ સુધી હતી.