Not Set/ ગુજરાત/ આરોગ્ય તંત્ર આઇસીયુમાં છે જ,  સાથે સાથે રાજકારણ પણ આઇસીયુમાં પહોંચી ગયું 

ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં બાળકોના મોતના આંકડા સાબિત કરે છે નિંદ્રાધીન તંત્રની આળસને કારણે રાજ્યમાં આરોગ્યતંત્ર જ આઇસીયુમાં દાખલ થયેલું છે. એક તરફ જ્યાં રાજકોટમાં પાંચ દિવસમાં 12થી વધુનાં મોતના અહેવાલ છે. જે આરોગ્યતંત્ર સામે અનેક સવાલ કરે છે. ICUમાં આરોગ્યતંત્ર રાજકોટમાં બાળકોનાં મોતનો સિલસિલો યથાવત્ નિંભર તંત્ર ખામોશ તો ICUમાં પહોંચ્યું રાજકારણ ICU સુધી […]

Gujarat Rajkot
ચૂંટણી 1 ગુજરાત/ આરોગ્ય તંત્ર આઇસીયુમાં છે જ,  સાથે સાથે રાજકારણ પણ આઇસીયુમાં પહોંચી ગયું 

ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટમાં બાળકોના મોતના આંકડા સાબિત કરે છે નિંદ્રાધીન તંત્રની આળસને કારણે રાજ્યમાં આરોગ્યતંત્ર જ આઇસીયુમાં દાખલ થયેલું છે. એક તરફ જ્યાં રાજકોટમાં પાંચ દિવસમાં 12થી વધુનાં મોતના અહેવાલ છે. જે આરોગ્યતંત્ર સામે અનેક સવાલ કરે છે.

ICUમાં આરોગ્યતંત્ર

રાજકોટમાં બાળકોનાં મોતનો સિલસિલો યથાવત્

નિંભર તંત્ર ખામોશ તો ICUમાં પહોંચ્યું રાજકારણ

ICU સુધી પહોંચ્યા રાજકીય નેતાઓ

એકતરફ જ્યાં રાજકોટ સિવિલમાં બાળકોના મોતનો સિલસિલો અટકી નથી રહ્યો ત્યાં મોતના મુદ્દે રાજકીય નેતાઓ છેક આઇસીયુ સુધી પહોંચી ગયા છે. બાળકોના મોતમાં રાજકારણ ઉમેરાવું સહજ છે, પરંતુ છેક આઇસીયુ સુધી પહોંચવું ક્યાં સુધી યોગ્ય છે.  આ તરફ રાજકોટમાં બાળકોના મોત મુદ્દે તંત્ર હજુ પણ ઉંઘમાં જ હોવાનું માલૂમ પડી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં 12થી વધુ બાળકોનાં મોત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થયા હોવાના અહેવાલ છે. જવાબદારોના રાજીનામાની માંગ કરતાં ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ સમગ્ર ઘટનાણે  ઓર્ગેનાઇઝ્ડ ગુનો ગણાવ્યો છે.

જ્યાં વિપક્ષ રાજકારણમાં વ્યસ્ત છે ત્યાં સત્તાપક્ષ સવાલોથી ભાગી રહ્યો છે.  મુખ્યમંત્રીના શહેરમાં જ ભારતનું ભાવિ મરી રહ્યું છે ત્યાં વિજય રૂપાણી સાહેબ આજે નહીં તો આવતીકાલે જવાબ તો આપવો જ પડશે. આ તરફ રાજ્યના ઉપમુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીનો હવાલો સંભાળતા નીતિન પટેલે સમગ્ર મામલે આધુનિક જમાનામાં માતાઓ બાળકોને ધાવણ આપતી નથી તેવું કારણ ધરીને છટકબારી શોધી કાઢી છે. નીતિનભાઇએ કહ્યું કે માતાઓ બોટલનુ દૂધ આપે છે જેના કારણે બાળકો દુર્બળ રહે છે.

રાજ્યની સિવિલ હોસ્પિટલમાં તબીબી સાધનોની અછત, અપુરતા ડૉક્ટરો, કવોલિફાઇડ નર્સિગ સ્ટાફની કમી સહિતના કારણોને જવાબદાર ઠેરવવાને બદલે આરોગ્યમંત્રી નિતિન પટેલે બાળ મૃત્યુ માટે શિયાળાને જવાબદાર ઠેરવ્યો છે જે સાબિત કરે છે રાજ્યમાં તંત્ર તો આઇસીયુમાં છે જ સાથે સાથે રાજકારણ પણ આઇસીયુમાં પહોંચી ગયું છે.

બ્યુરો રિપોર્ટ મંતવ્ય ન્યૂઝ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.