Not Set/ વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યું – ગૃહમંત્રી રાજનાથસિંહનું કચ્છમાં સંબોધન

લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિહે કચ્છના ગાંધીધામ માં ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી. સમય કરતાં બે કલાક મોડા પડેલા રાજનાથસિંહે પોતાની જોશીલા વકતવ્ય સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભર્યા હતા. તેમણે જણાવ્યું કે ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય […]

Top Stories
Rajnath Sinh વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યું - ગૃહમંત્રી રાજનાથસિંહનું કચ્છમાં સંબોધન

લોકસભા ચૂંટણીની પ્રચાર ઝુંબેશ હવે પરાકાષ્ટા ભણી છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિહે કચ્છના ગાંધીધામ માં ચૂંટણી પ્રચાર સભા સંબોધી હતી. સમય કરતાં બે કલાક મોડા પડેલા રાજનાથસિંહે પોતાની જોશીલા વકતવ્ય સાથે કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં જોશ ભર્યા હતા. તેમણે જણાવ્યું કે ૨૦૧૪ પછી વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશે કરેલી પ્રગતિ અને વૈશ્વિક સન્માન અદ્વિતીય છે. કોંગ્રેસની નીતિઓનું પરિણામ આજે દેશ ભોગવી રહ્યો છે. તેનું ઉદાહરણ કાશ્મીરમાંથી બે વડાપ્રધાન હોવા જોઈએ તેવો અવાજ સંભળાઈ રહ્યો છે.

Rajnath Sinh Address વડાપ્રધાનને ચોર કહીને કોંગ્રેસે દેશની ગરીમાનું અપમાન કર્યું - ગૃહમંત્રી રાજનાથસિંહનું કચ્છમાં સંબોધન
Rajnath sinh gandhidham visit

કાશ્મીરની સમસ્યા અંગે શું કહ્યું?

જો નહેરુએ આઝાદી પછી કાશ્મીરની સમસ્યાઓનો ઉકેલ સરદાર પટેલને કરવા આપ્યો હોત તો આજે રાષ્ટ્રદ્રોહી તત્વોનો સફાયો થઈ ગયો હોત. હવે ૨૦૧૯માં કોઈ ભૂલ નહિ કરતા અને ફરીવાર નરેન્દ્રભાઈને દેશનું સુકાન સોંપજો.

ભારત વિશ્વની ટોપ પૈકીની એક મહાસત્તા બનશે

દેશમાં આર્થિક ક્ષેત્રે અને વિદેશમાં પણ પોતાની નીતિઓ દ્વારા જે રીતે નરેન્દ્રભાઈએ શાસન ચલાવ્યું છે તે જોતાં ૨૦૩૦ સુધીમાં ભારત અમેરિકા, રશિયા અને ચીન પૈકી વિશ્વની ટોપ ત્રણ પૈકીની એક મહાસતા હશે.

 રાહુલ પર કર્યા શાબ્દિક પ્રહારો

રાફેલ નેક્સટ જનરેશન સુરક્ષાની તૈયારી છે રાફેલ એટલે રાહુલ ફેલ, એવું કહીને રાજનાથસિંહે કોંગ્રેસ દ્વારા ચોકીદાર ચોર હૈની કરાતી ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્રભાઈના અપમાન સમાન ગણાવી આ અપમાનનો જવાબ મતદાન દ્વારા આપવા હાકલ કરી હતી. ચોકીદાર ચોર નહીં પણ ચોકીદાર પ્યોર સ્યોર અને ક્યોંર છે. કચ્છ બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડાને તેમને સો ટચના સોના જેવા ગણાવ્યા હતા.