Not Set/ ગૂગલ પેની મદદથી થઈ શકશે સોનાનું ખરીદ – વેચાણ

નવી દિલ્લી, ભારતીય યૂઝર માટે ગૂગલ પેને વધારે ઉપયોગી બનાવવા માટે  ગૂગલે  એમએમટીસી- પીએએમપી ઇન્ડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.  આ ભાગીદારીને કારણે હવે ભારતીય યૂઝર એપ દ્વારા  સોનાની લે-વેચ કરી શકશે.  એમએમટીસી અને પીએએમપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આંતરરાષ્ટીય માન્યતા પ્રાપ્ત ધાતુ અને ખાણકામ સેવા આપનારી કંપની છે. કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની […]

Business
g pay gold ગૂગલ પેની મદદથી થઈ શકશે સોનાનું ખરીદ - વેચાણ

નવી દિલ્લી,

ભારતીય યૂઝર માટે ગૂગલ પેને વધારે ઉપયોગી બનાવવા માટે  ગૂગલે  એમએમટીસી- પીએએમપી ઇન્ડિયા સાથે ભાગીદારીની જાહેરાત કરી હતી.  આ ભાગીદારીને કારણે હવે ભારતીય યૂઝર એપ દ્વારા  સોનાની લે-વેચ કરી શકશે.  એમએમટીસી અને પીએએમપી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આંતરરાષ્ટીય માન્યતા પ્રાપ્ત ધાતુ અને ખાણકામ સેવા આપનારી કંપની છે.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની એકમાત્ર એલબએમએ આધારિત સોનાની રિફાનરી સાથે ભાગીદારી બાદ ગૂગલ પેના યૂઝર 99.99 ટકા એટલે કે 24 કેરેટનું સોનું ખરીદી શકે છે.  અને ગૂગલ પે યૂઝર કોઈ પણ કિંમતનું સોનું ખરીદી શકે છે. જેને એમએમટીસી તથા પીએએમપી દ્વારા તેના સુરક્ષિત ખજાનામાં રાખવામાં આવશે.  વળી યૂઝર ગૂગલ પે એપ પર દર્શાવાતા સોનાના ભાવ જાણી પળેપણની કિંમતો જાણીને  સોનાનું ખરીદ –વેચાણ કરી શકશે.

ગૂગલ પે ઇન્ડિયાના નિદેશક અંબરીષ કંધે જણાવ્યું હતું કે સોનુ ભારતીય પરંપરા તથા  સંસ્કૃતિમાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે ત્યારે  એજ કારણ છે કે ભારત સોનાનો ઉપયોગ કરતો બીજો સૌથી મોટો દેશ છે.  આ બાબતને ધ્યાને રાખતા અમે  સોનાની ખરીદી તથા વેચાણને ગૂગલ પે ફીચરમાં રજૂ કર્યુ છે જેનો ઉપયોગ લાખો ભારતીયો કરી શકશે.  અને જ્યારે ઇચ્છે ત્યાર ગમે ત્યાંથી સોનુ ખરીદી શકશે.

નોંધનીય છે તે દિલ્લી ઉચ્ચ ન્યાયલયે બુધવારે આરબીઆઇને પૂછ્યું હતું કે ગૂગલનું ડિજિટલ એપ ગૂગલ પે બિના જરૂરી મંજૂરી વિના કેવી રીતે કામ કરી રહ્યું છે. કોર્ટે આ સવાલ એક જાહેરહિતની અરજીના સંદર્ભમાં પૂછ્યો હતો. જે અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે ગૂગલ પે કાયદાનું ઉલ્લંધન કરી રહ્યું છે.