Not Set/ જાતિના ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે ચુંટણી જીતી હશે તો થશે રદ્દ: ગણપત વસાવા

વનમંત્રી ગણપત વસાવાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે, કે જાતિના ખોટા પ્રમાણ પત્રના આધારે કોઈએ સરકારી નોકરી કે અનામત મેળવી હશે અથવા ચૂંટણી જીતી હશે તો તે રદ્દ થશે. સુરત ખાતેના સર્કિટ હાઉસમા રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ છે, કે જાતિના ખોટા પ્રમાણ પત્રના આધારે નોકરી મેળવવાની રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી. […]

Top Stories
gnpt જાતિના ખોટા પ્રમાણપત્રના આધારે સરકારી નોકરી કે ચુંટણી જીતી હશે તો થશે રદ્દ: ગણપત વસાવા

વનમંત્રી ગણપત વસાવાએ મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે, કે જાતિના ખોટા પ્રમાણ પત્રના આધારે કોઈએ સરકારી નોકરી કે અનામત મેળવી હશે અથવા ચૂંટણી જીતી હશે તો તે રદ્દ થશે.

સુરત ખાતેના સર્કિટ હાઉસમા રાજ્યના વનમંત્રી ગણપત વસાવાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ છે, કે જાતિના ખોટા પ્રમાણ પત્રના આધારે નોકરી મેળવવાની રજૂઆતો રાજ્ય સરકારને મળી હતી.

જેથી રાજ્ય સરકારે આદિવાસી સમાજ અને દલિત સમાજનું રક્ષણ કરવા માટે સરકારે એક મહત્વનું પગલું ભર્યુ છે. તેમણે જણાવ્યુ કે, અનામતની તમામ જગ્યાઓ પર દરેકે દરેકની તપાસ થશે.

જેમાં પ્રમાણ પત્ર લેનાર, વચ્ચે મદદ કરનાર અને પ્રમાણ પત્ર બનાવનારને પણ સજા થશે અને 50 હજાર સુધીનો દંડ તેમજ 3 વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી છે.

આ માટે રાજ્ય સરકારે કાયદો બનાવ્યો છે, જે આ ફેબ્રુઆરીમાં જ શરૂ થતા સત્રમાં લવાશે. તેમણે જણાવ્યુ છે કે, ગુજરાત સરકાર આદિવાસી સમાજ અને દલિત સમાજનું રક્ષણ કરવા માટે કટિબંધ છે.