Not Set/ ગુજરાતમાં ખામ નહીં પણ પોડા જીતાડશે કોંગ્રેસને?

ગુજરાતમાં હવે કોંગ્રેસ પોડા ના સહારે સત્તા મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ૨૨ વર્ષ પછી સત્તા મળવાના સંકેત કોંગ્રેસને પોડાના કારણે મળ્યા છે. તમિલ ભાષામાં પોડાનો અર્થ થાય છે ચલ હટ પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેનો અર્થ પી એટલે પાટીદાર ઓ એટલે ઓબીસી ડી એટલે દલિત અને એ એટલે આદિવાસી. ૧૯૮૫માં કોંગ્રેસના નેતા […]

Gujarat
Congres ગુજરાતમાં ખામ નહીં પણ પોડા જીતાડશે કોંગ્રેસને?
ગુજરાતમાં હવે કોંગ્રેસ પોડા ના સહારે સત્તા મેળવવાની દિશામાં આગળ વધી રહી છે. ૨૨ વર્ષ પછી સત્તા મળવાના સંકેત કોંગ્રેસને પોડાના કારણે મળ્યા છે. તમિલ ભાષામાં પોડાનો અર્થ થાય છે ચલ હટ પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં તેનો અર્થ પી એટલે પાટીદાર ઓ એટલે ઓબીસી ડી એટલે દલિત અને એ એટલે આદિવાસી.
૧૯૮૫માં કોંગ્રેસના નેતા માધવસિંહ સોલંકીએ ખામ એટલે કે ક્ષત્રિય, હરિજન , આદિવાસી , મુસ્લિમ થિયરી અમલમાં મૂકી ૧૪૯ બેઠક મેળવી ગુજરાતમાં સત્તા મેળવી હતી. હવે ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસ જાતિવાદનું સમીકરણ રચીને પોડાને અમલમાં મૂકી ને ભાજપને સત્તાથી દૂર કરી શકે છે કે નહીં તે જોવાનું રહ્યું.