Not Set/ જમાલપુર વિસ્તારમાં માત્ર લગ્નની કંકોત્રી મુદ્દે થયો હિંસક હુમલો,એક વ્યકિતને વાગ્યા છરીના બે ઘા

જયારે ઘરમાં લગ્નની ત્યારીઓ ચાલુ હોય છે ત્યારે કઈ વ્યકતિને લગ્નમાં બોલાવું અને કોને ન બોલાવું તે મુદ્દો ખુબ જ અગત્યનો માનવામાં આવતો હોય છે. અને આવામાં કોઈ વ્યક્તિને લગ્નની કંકોત્રી આપવાનું ભૂલી જવાય છે ત્યારે તે વ્યક્તિને ખોટું પણ લાગી જતું હોય છે. અને ઘણી વખતે આ મુદ્દાને લઈને બે પરિવારો વચ્ચે બબાલો પણ […]

Ahmedabad Gujarat
murder e1573648090307 જમાલપુર વિસ્તારમાં માત્ર લગ્નની કંકોત્રી મુદ્દે થયો હિંસક હુમલો,એક વ્યકિતને વાગ્યા છરીના બે ઘા

જયારે ઘરમાં લગ્નની ત્યારીઓ ચાલુ હોય છે ત્યારે કઈ વ્યકતિને લગ્નમાં બોલાવું અને કોને ન બોલાવું તે મુદ્દો ખુબ જ અગત્યનો માનવામાં આવતો હોય છે. અને આવામાં કોઈ વ્યક્તિને લગ્નની કંકોત્રી આપવાનું ભૂલી જવાય છે ત્યારે તે વ્યક્તિને ખોટું પણ લાગી જતું હોય છે. અને ઘણી વખતે આ મુદ્દાને લઈને બે પરિવારો વચ્ચે બબાલો પણ થઇ જતી હોય છે. જો વાત કરીએ તો ગઈ કાલે અમદાવાદના જમાલપુર વિસ્તારમાં કંઈક આવી જ ઘટના ઘટી હતી.

અમદાવાદના જમાલપુર વિસ્તારના સિંધી વાડમાં માત્ર લગ્નની કંકોત્રી આપવાના મુદ્દે બે પરિવારજનો વચ્ચે મોટી બબાલ થઇ હતી. જેમાં પરિવારે બીજા પરિવાર ઉપર છરી અને ડંડા વડે ઘાતક હુમલો કર્યો હતો. જેમાં વસીમ શેખને શરીરના ભાગે બે ઘા છરી ના વાગી ગયા હતા.  જયારે વસીમની પત્નીને પણ મારામારી દરમિયાન ધક્કો વાગી જતા તે પણ નીચે પડી ગઈ હતી. અને તેને પણ ઇજા પહોંચી હતી. આમ, આટલી સામાન્ય બાબતમાં બે પરિવારો વચ્ચે હિંસક લડાઈ થતા સમગ્ર વિસ્તારમાં તેની ભારે અસર જોવા મળી હતી. ગાયકવાડ હવેલી પોલીસે વસીમ શેખ ની ફરિયાદ લઈને ત્રણ ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અમદાવાદના જમાલપુર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી મામલે મારામારી ની ઘટનાઓમાં ખુબ જ વધારો થયો છે. બે દિવસ પહેલા પણ જમાલપુર વિસ્તારમાં બે જુદી જુદી મારામારી ની ઘટના બની હતી. જે બાબતે પોલીસ ફરિયાદ પણ થઇ હતી. અને જેની શાહી હજી સુખાઈ પણ નથી ને ત્યાં જમાલપુરમાં ત્રીજી મારામારીની ઘટના બનતા સ્થાનિકોમાં એક જાતનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.