Not Set/ નરોડા પાટિયા કેસ મદ્દે જીતુ વાધાણીનું નિવેદન, કોંગ્રેસ ગુજરાત અને ન્યાયતંત્રની માફી માંગે

ગુજરાત, વર્ષ ૨૦૦૨માં અમદાવાદ શહેરમાં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ૧૬ વર્ષના લાંબા સમયગાળા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં છે જયારે બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીની આજીવન કેદની સજામાં રાહત આપતા તેઓને કોર્ટે ૨૧ વર્ષની સજા ફટકારી છે. નરોડાકાંડ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ […]

Gujarat
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આજે

ગુજરાત,

વર્ષ ૨૦૦૨માં અમદાવાદ શહેરમાં થયેલા બહુચર્ચિત નરોડા પાટિયા કેસમાં ગુજરાત હાઇકોર્ટે ૧૬ વર્ષના લાંબા સમયગાળા બાદ મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા ચુકાદો આપતા ભાજપના નેતા અને પૂર્વ મંત્રી માયા કોડનાનીને નિર્દોષ છોડ્યાં છે જયારે બીજા મુખ્ય આરોપી અને બજરંગ દળના નેતા બાબુ બજરંગીની આજીવન કેદની સજામાં રાહત આપતા તેઓને કોર્ટે ૨૧ વર્ષની સજા ફટકારી છે. નરોડાકાંડ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાનું નિવેદન આપ્યું હતું.

ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, કોર્ટના ચુકાદાને ભારતીય જનતા પાર્ટી અને સમગ્ર ગુજરાતની પ્રજા આવકારે છે. જે મુજબ કોંગ્રેસે યુપીએ સરકારના સમયમાં માયાબેન કોડનાનીને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ સત્યનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને, સહયોગી સંસ્થાઓને ષડયંત્રના ભાગ રૂપે કોંગ્રેસે ફસાવાના પ્રયત્નો કર્યા છે અને આજે જે પણ કઈ ન્યાયતંત્રમાં બહાર આવ્યું છે. તેને હું આવકારું છું. સૌથી મોટી પાર્ટીના વડા અમિતશાહ ન્યાયતંત્રને માન આપીને જયારે પણ  આ કેસ માટે તેમને કોર્ટમાં બોલવામાં આવ્યા ત્યારે તે ન્યાયતંત્ર પર ભરોસો મૂકી જવાબ આપવા માટે ગયા હતા. જજ લોયા કેસમાં પણ કોંગ્રેસ ખુલ્લી પડી ગઈ છે અને નરોડા કેસમાં પણ. કોંગ્રેસે રાજ્ય અને દેશના ન્યાયતંત્રની માફી માંગવી જોઇએ.

ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ હર્ષા દેવાણી અને જસ્ટિસ એ એસ સુપેહિયાની ખંડપીઠે આ મામલે સુનાવણી પૂરી થયા બાદ મહત્વનો ચુકાદો આપ્યો હતો. મહત્વનું છે કે, આ પહેલા નીચલી કોર્ટ દ્વારા આ કેસમાં ભાજપના નેતા માયા કોડનાની અને બાબુ બજરંગી સહિત કુલ ૩૨ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા. જો કે ત્યારબાદ શુક્રવારે આ ચકચારી રમખાણોના કેસ મામલે હાઇકોર્ટે પોતાનો મહત્વનો નિર્ણય આપ્યો હતો.

નરોડા પાટિયા કેસમાં આરોપી કુલ ૩૨ આરોપીઓમાંથી માયા કોડનાની સહિત ૧૭ આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે જયારે અન્ય બાબુ બજરંગી સહિતના ૧૨ આરોપીઓને કોર્ટે સજા ફટકારી છે. કુલ ૩૨ માંથી ૨ આરોપીને હજી સજા સંભળાવવામાં આવી નથી જયારે એક આરોપીનું મોત નીપજી ચુક્યું છે.