Not Set/ વિઠ્ઠલાપુર કેસમાં પીડિતને બે લાખની સહાય, DGPએ કહ્યું તપાસમાં કચાસ નહી રખાય

અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામે દલિત યુવકને માર મારવાના મામલે DGP એ તટસ્થ તપાસ કરવામાં આવશે તેમ જણાવીને કહ્યું હતું કે, પીડિત યુવાનને હાલમાં રૂ.૫૦ હજારની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહીં, ચાર્જશીટ દાખલ કરાયા પછી વધુ ૧.૫૦ લાખની સહાય ચુકવવામાં આવશે. અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે એક દલિત યુવાન સાથે બે શખ્સો દ્વારા […]

Top Stories Ahmedabad Gujarat Trending
In Vitthalpur case, aid of Rs 2 lakh to the victim, DGP said Investigation will not be underestimated

અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામે દલિત યુવકને માર મારવાના મામલે DGP એ તટસ્થ તપાસ કરવામાં આવશે તેમ જણાવીને કહ્યું હતું કે, પીડિત યુવાનને હાલમાં રૂ.૫૦ હજારની સહાય ચુકવવામાં આવી છે. એટલું જ નહીં, ચાર્જશીટ દાખલ કરાયા પછી વધુ ૧.૫૦ લાખની સહાય ચુકવવામાં આવશે.

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાના વિઠ્ઠલાપુર ગામે એક દલિત યુવાન સાથે બે શખ્સો દ્વારા મારપીટ કરવાનો વીડિઓ તાજેતરમાં વાયરલ થયો હતો. આ વીડિઓના મામલે રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આ મામલે ખૂબ જ સંવેદનશીલ છે.

આ સમગ્ર મામલામાં ક્યાય પણ કોઈ કચાસ રાખવામાં આવશે નહીં. એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર આ વીડિઓ વાયરલ કરનારા લોકો સામે પણ કાર્યવાહી કરી પગલાં લેવામાં આવશે.

મામલે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી રહી છે. રાજ્યમાં જ્યાં જ્યાં આવી ઘટનાઓ બની રહી છે તેવા ગામડાઓની પોલીસ દ્વારા મુલાકાત લેવામાં આવશે. એટલું જ નહીં, આવી ઘટનાઓને બનતી અટકાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે.

આ ઘટનાના પીડિત યુવકને હાલ ૫૦ હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવી છે. જયારે વધુ ૧.૫૦ લાખની સહાય પોલીસ દ્વારા ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યા પછી ચૂકવવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. 14 જૂન ૨૦૧૮ના રોજ અમદાવાદ જિલ્લાના વિઠ્ઠલાપુર ગામમાં એક દલિત યુવકને માર મારતા હોવાનો વીડિઓ વાયરલ થયો હતો. આ ઘટનાને લઈને વહીવટીતંત્ર દ્વારા પીડિત દલિત યુવકનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ યુવકની ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ પછી પોલીસ દ્વારા પીડિત પરિવારને પોલીસ રક્ષણ આપીને બહુચરાજી પોલીસ મથકમાં તેમની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદમાં ભરતસિંહ ભીમસિંહ, જયદીપસિંહ, ચેહરસિંહ અને યોગેશ્વરસિંહની સામે ફરિયાદ નોધાઇ છે.

આ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકે પીડિત દલિત યુવકની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેમણે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને આ ઘટનાની તપાસ એસસી-એસટી સેલને સોંપી હતી. જેના સંદર્ભમાં જુદી જુદી 14 ટીમો બનાવીને બે આરોપીની ધરપકડ કરી હતી. જયારે મુખ્ય આરોપી એવો શખ્સ હજુ ફરાર છે.

આ ઘટનામાં જિલ્લા કલેકટરના આદેશથી દલિત પીડિત યુવકને રૂપિયા ૫૦ હજારની તાત્કાલિક ધોરણે સહાય કરવામાં આવી હતી. જે અંગે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા પીડિત યુવકના ઘરે જઈને ચેક આપીને તેમને ભય મુક્ત રહેવા માટે આશ્વાસન પણ આપ્યું હતું.