Not Set/ જામનગર દુષ્કર્મની ઘટનાથી થયું શર્મસાર, પરિણીતા પર બે નરાધમોએ કર્યો રેપ

હાથરસ બાદ રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓની શાહી ભુસાઈ નથી, ત્યારે જામનગર જીલ્લો દુષ્કર્મની ઘટનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.

Gujarat Others
a 9 જામનગર દુષ્કર્મની ઘટનાથી થયું શર્મસાર, પરિણીતા પર બે નરાધમોએ કર્યો રેપ

હાથરસ બાદ રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓની શાહી ભુસાઈ નથી, ત્યારે જામનગર જીલ્લો દુષ્કર્મની ઘટનાઓને લઈને છેલ્લા કેટલાક સમયથી બદનામ થઇ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે.એક બાદ એક દુષ્કર્મની ફરિયાદો અલગ અલગ પોલીસ મથકોમાં નોંધાઈ રહી છે.

જામનગરના ધ્રોલમાં એક પરિણીતાએ તેના પર બે શખ્સોએ દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ ધ્રોલ પોલીસ મથકમાં નોધાવતા પોલીસે દુષ્કર્મનો ભોગ બનનાર પરણીતાના મેડીકલ તપાસણી કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે. જયારે આરોપીઓ પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળે છે.

આ ઘટના પર નજર કરીએ તો, દુષ્કર્મનો ભોગ બનનાર પરિણીતા અને તેનો પતિ ધ્રોલથી હરીપર ગામ નજીક મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે નીકળેલા હતા. દરમિયાન પરિણીતા ના પતિએ રસ્તામાં માવો ખાવા માટે ગાડી રોકાવતા ત્યાં બે શખ્સો કાદર ઉર્ફે ઓઢીયો ડફેર અને અજરુદીન ઉર્ફે અજુડો ત્યાં આવેલ અને તેણીના પતિને કહેલ કે તમે અહી શું કરો છો.

જે બાદ આવેલ શખ્સોએ પરિણીતાના પતિનો મોબાઈલ લઇ અને ઢીકાપાટુનો માર મારેલ હતો, અને ત્યાંથી થોડે દુર ઝાળી ઝાખરામાં લઇ જઈને બન્ને શખ્સોએ વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું..જે બાદ પરિવારજનોને આ બાબત વ્યથા વર્ણવી પરિણીતાએ તેના પર આ બન્ને શખ્સો જે પણ ધ્રોલના રહીશ છે તેના વિરુદ્ધ ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશ