Not Set/ પાંચ રાજ્યોના વિપરીત પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓમાં ફફડાટ

દેશના પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જે ભાજપ માટે ચેતવણી સમાન દેખાઈ રહ્યા છે. જાહેર થયેલા પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓ પણ ફફડી ઉઠ્યા છે. જસદણ પેટા ચૂંટણીમાં જોર લગાવવા માટે હવે નવી વ્યૂહ રચના ઘડવાનું  ભાજપે શરુ કર્યું છે. કારણ કે, આ પરિણામોની સીધી અસર જસદણ પેટા ચૂંટણી પર પણ પડી શકે છે. […]

Gujarat Trending
704047 bjpgujarat leaders 071318 1 પાંચ રાજ્યોના વિપરીત પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓમાં ફફડાટ

દેશના પાંચ રાજ્યોના વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જે ભાજપ માટે ચેતવણી સમાન દેખાઈ રહ્યા છે. જાહેર થયેલા પરિણામોથી ગુજરાત ભાજપના નેતાઓ પણ ફફડી ઉઠ્યા છે.

જસદણ પેટા ચૂંટણીમાં જોર લગાવવા માટે હવે નવી વ્યૂહ રચના ઘડવાનું  ભાજપે શરુ કર્યું છે. કારણ કે, આ પરિણામોની સીધી અસર જસદણ પેટા ચૂંટણી પર પણ પડી શકે છે.

જણાવી દઈએ કે, જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસમાંથી અવસર નાકિયા વચ્ચે ખરાખરીનો જંગ થવાનો છે. જો આ પાંચ રાજ્યોના પરિણામોની અસર પેટા ચૂંટણી પર પડે તો ભાજપની શાખ બગડે એવું છે.

તેની સાથે સાથે નરેન્દ્ર મોદી અને અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કેબિનેટ મંત્રી ચૂંટણી હારી જાય તો મોદી-શાહની શાખ પણ બગડે તેમ છે. જેથી, ગુજરાત ભાજપના નેતાઓ ફફડી ઉઠ્યાં છે.