Breaking News/ ભાજપના બિપીન પટેલને ભાજપ નેતા જયેશ રાદડીયાએ 114 મતથી હરાવ્યા

જયેશ રાદડીયા ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others Breaking News
YouTube Thumbnail 2024 05 09T170354.780 ભાજપના બિપીન પટેલને ભાજપ નેતા જયેશ રાદડીયાએ 114 મતથી હરાવ્યા

ભારતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા IFFCOમાં આજે ડિરેક્ટરના પદને લઇ ચૂંટણી યોજાઈ હતી. ગુજરાતની એક માત્ર બેઠક પર ભાજપના જ ઉમેદવારો સામસામા થતા ભાજપ વિરૂદ્ધ ભાજપનો જંગનો માહોલ જોવા મળ્યો હતો. ડિરેકટરના પદને લઈને જયેશ રાદડિયા વધુ દાવેદાર માનવામાં આવતા હતા. ત્યારે આવમાં જયેશ રાદડીયા ઇફકોના ડિરેક્ટર બનાવવામાં આવ્યા છે.

ચાર વાગ્યે મતગણતરી શરુ થતા પરિણામ સામે આવ્યું છે, જયેશ રાદડીયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી ફળી છે.  જયેશ રાદડીયાનો 114 મત મેળવતા વિજય થયો છે. આ જીત બાદ ભાજપ સંગઠન માં સારા કરતા મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પડેલા જયેશ રાદડિયાની જીત માનવામાં આવે છે.

જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી. આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે. એકલા રાજકોટમાં 68 મત હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:Live:’બંધારણની રક્ષા માટે પોતાનો જીવ આપવા તૈયાર છું, કોંગ્રેસ બંધારણને નષ્ટ થવા દેશે નહી’ રાહુલ ગાંધીનો મોદી પર પ્રહાર

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….