ગુજરાત/ રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે જૂનાગઢ અવ્વલ : દેશમાં 19માં સ્થાને

પરર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ રિપોર્ટમાં જિલ્લાએ કુલ 600 ગુણમાંથી 447 ગુણ મેળવ્યા છે.

Top Stories Gujarat Others
જુનાગઢ

જૂનાગઢ જિલ્લાએ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. ભારત સરકારનાં શિક્ષણ વિભાગ હેઠળના શાળા, શિક્ષણ અને સાક્ષરતા  વિભાગ દ્વારા પરફોર્મન્સ ગ્રેડિંગ રિપોર્ટ- PGI  જાહેર કરાયો છે. જેમાં જૂનાગઢ જિલ્લાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવાની સાથે દેશભરના 650 જિલ્લાઓમાંથી 19મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

જુનાગઢ

શિક્ષણ ક્ષેત્રે રાજ્યમાં જુનાગઢ જિલ્લો પ્રથમ આવ્યો છે. આ રિપોર્ટ અધ્યયન ગુણવત્તા,  શિક્ષણ પ્રાપ્તત્તા, વ્યવસાયિક વિકાસ નિષ્પતિ, લર્નિગ મેનેજમેન્ટ, અધ્યય સંવર્ધન પ્રવૃતિઓ,  આંતરમાળકિય સુવિધાઓ, વિદ્યાર્થી અધિકારો,  શાળા સુરક્ષા અને બાળ સુરક્ષા, ડીજીટલ લર્નિગ, હાજરી બાબતે દેખરેખ માટેની સિસ્ટમ સહિતનાં માપદંડોનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. જૂનાગઢનાં જિલ્લા વિકાસ અધિકારી મીરાંતપરીખે જણાવ્યું કે, પરર્ફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ રિપોર્ટમાં જિલ્લાએ કુલ 600 ગુણમાંથી 447 ગુણ મેળવ્યા છે. સમગ્ર દેશમાં સમાન સ્કેલમાં તમામ રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોની સાપેક્ષ કામગીરીનું મૂલ્યાંકન કરવાનાં અને રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશોને વધુ સારો દેખાવ કરવા માટે પ્રોત્સાહિત કરવાના હેતુંથી ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની સંસ્થા શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશો માટે વર્ષ 2018-19 અને 2019-20 માટે આ પીજીઆઇ રિપોર્ટ જાહેર કર્યો છે.

આ પણ વાંચો : 30 જૂનથી શરૂ થઈ રહી છે અમરનાથ યાત્રા, જાણો પવિત્ર અમરનાથ ગુફા વિશે રસપ્રદ તથ્યો