Not Set/ આરોપીઓનુ સરઘસ કાઢવાની માહિતી શહેરમાં ફેલાતા લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા, જાણો કેમ

કેશોદ કેશોદના રેલવે ફાટક પાસે મારામારી કરી હત્યા કરવાના મામલે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી. મારામારીના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર ચોક પાસે પોલીસે આરોપીઓનુ જાહેરમાં સરઘસ કાઢ્યુ હતુ. આરોપીઓનુ સરઘસ કાઢવાની માહિતી શહેરમાં ફેલાતા ચાર ચોક પાસે મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ ગયા હતા. લોકોની હાજરીમાં જ જાહેરમાં પોલીસે […]

Top Stories Gujarat Trending Videos
bull 1 આરોપીઓનુ સરઘસ કાઢવાની માહિતી શહેરમાં ફેલાતા લોકોના ટોળેટોળાં એકઠા થઇ ગયા, જાણો કેમ

કેશોદ

કેશોદના રેલવે ફાટક પાસે મારામારી કરી હત્યા કરવાના મામલે પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી. મારામારીના ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ચાર ચોક પાસે પોલીસે આરોપીઓનુ જાહેરમાં સરઘસ કાઢ્યુ હતુ. આરોપીઓનુ સરઘસ કાઢવાની માહિતી શહેરમાં ફેલાતા ચાર ચોક પાસે મોટા પ્રમાણમાં લોકો એકઠા થઇ ગયા હતા.

લોકોની હાજરીમાં જ જાહેરમાં પોલીસે આરોપીઓ પાસે માફી મંગાવી. ઉલ્લેખનીય છે કે રેલવે ફાટક પાસે પાંચ શખ્સોએ મળી એક યુવક પર જાહેરમાં જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજા પામેલા યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવકનુ મોત થયુ હતુ.