Not Set/ માસૂમ પર જાતીય હુમલાનો પ્રયાસ, રહસ્ય અકબંધ

કચ્છના અજરખપૂરમાં ગત છઠ્ઠીએ અઢી વર્ષની પિતરાઈ બહેન સાથે ગુમ થયેલાં સાડા ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવી હતી. હાલ એવી શંકા કુશંકા સેવાઈ રહી છે કે બાળક પર જાતીય હુમલો થયો છે કે નહીં, કારણ કે, મૃત બાળકના શરીર પરથી ડામના નિશાન મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે શરીર પરથી ડામના જે નિશાન […]

Gujarat Others
boy માસૂમ પર જાતીય હુમલાનો પ્રયાસ, રહસ્ય અકબંધ

કચ્છના અજરખપૂરમાં ગત છઠ્ઠીએ અઢી વર્ષની પિતરાઈ બહેન સાથે ગુમ થયેલાં સાડા ત્રણ વર્ષના બાળકની લાશ મળી આવી હતી. હાલ એવી શંકા કુશંકા સેવાઈ રહી છે કે બાળક પર જાતીય હુમલો થયો છે કે નહીં, કારણ કે, મૃત બાળકના શરીર પરથી ડામના નિશાન મળી આવ્યા છે. પોલીસનું કહેવું છે કે શરીર પરથી ડામના જે નિશાન મળી આવ્યા છે તે અંગે એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ માલુમ પડશે, હાલ તો આ રહસ્ય અકબંધ છે કે, શું આ મૃત બાળક જાતીય હુમલોનો શિકાર બન્યો છે કે નહિ.

મળતી માહિતી મુજબ કચ્છ જિલ્લાના અજરખપુરમાંથી ગત છઠ્ઠીએ અઢી વર્ષની પિતરાઈ બહેન સાથે ગુમ થયેલાં સાડા ત્રણ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃત બાળકના શરીર પર અનેક ઠેકાણે ડામના નિશાનો જોવા મળ્યા હતા. જેના કારણે આ બાળક સાથે કોઈ જાતીય હુમલો કરવામાં આવ્યો હોવાની અટકળો સેવાઈ રહી હતી. આ આ મામલે પોલીસ દ્વારા બાળકનું પોસ્ટમોર્ટમ કરાયા બાદ તેના ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો કે નહીં, તે અંગે કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ કાઢી શકાશે તેવું જાણવા મળ્યું હતું.

આ બંને બાળકોના મોત બાદ એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે બાળકી સાથે જાતીય હુમલાનો કોઈ પ્રયાસ થયો ન હોવાનું તબીબી અહેવાલમાં સ્પષ્ટ થયું છે. જયારે બાળકના મૃતદેહ પર ડામના નિશાન હોવાના કારણે તેની સાથે કોઈ જાતીય હુમલો કરાયો છે કે નહીં તે અંગે તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર મોકલાયો હતો. પરંતુ તબીબોએ તેના મોતનું સ્પષ્ટ કારણ જાહેર કર્યું નથી.

ahmd 20 માસૂમ પર જાતીય હુમલાનો પ્રયાસ, રહસ્ય અકબંધ

બાળકના વિસેરા અંગે એફએસએલ રીપોર્ટના આધારે તેના મોતનું કારણ સ્પષ્ટ થશે. હવે એફએસએલનો રીપોર્ટ આવતાં બે મહિના જેટલો સમય નીકળી જવાની શક્યતા છે. ત્યારે પોલીસે દબાણ કરતાં તબીબોએ બાળક પર જાતીય હુમલાનો પ્રયાસ થયો હોવાનું પ્રારંભિક તારણ રજૂ કર્યું છે.

તેના શરીર પર જોવા મળેલાં ડામ જેવા નિશાન અંગે વિસ્તૃત પોસ્ટમોર્ટમ રિર્પોટમાં ખુલાસો થશે. તેવું પશ્ચિમ ક્ચ્છ એસપી એમ.એસ. ભરાડાએ જણાવ્યું હતું. દરમિયાન અમદાવાદમાં સારવાર હેઠળ રહેલી બાળકી ભાનમાં આવી ગઈ છે. તેના પર જાતીય હુમલાનો કોઈ પ્રયાસ ન થયો હોવાનું તબીબોએ જણાવ્યું છે.

જો કે, તેને સંપુર્ણ સ્વસ્થ થતાં હજુ બે-ત્રણ દિવસ બાદ પોલીસ દ્વારા માસુમ બાળકીની પૂછપરછ કરીને આરોપી અંગે માહિતી મેળવવામાં આવશે.