Not Set/ પ્રેમી યુગલો સાવધાન : મોડી રાતે રિવરફ્રન્ટ પર પકડાયા તો ….

જો તમે નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી બહાર ફરો છો અને રિવરફ્રન્ટ પર બેસવા જશો તો માતા-પિતાને મોડી રાતે પોલીસ સ્ટેશન આવવું પડી શકે છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી ગરબા થતા હોવાથી યુવક-યુવતીઓ ઘરની બહાર ફરતાં હોય છે. આવામાં કેટલાક પ્રેમી યુગલો ગરબે ઝૂમવાના બહાને સાબરમતી રિવરફ્રન્ટ પર બેસી રહેતા હોય છે. […]

Ahmedabad Top Stories Gujarat
33899456772 d946cf1a0f b પ્રેમી યુગલો સાવધાન : મોડી રાતે રિવરફ્રન્ટ પર પકડાયા તો ....

જો તમે નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી બહાર ફરો છો અને રિવરફ્રન્ટ પર બેસવા જશો તો માતા-પિતાને મોડી રાતે પોલીસ સ્ટેશન આવવું પડી શકે છે.

નવરાત્રીના તહેવાર દરમ્યાન મોડી રાત સુધી ગરબા થતા હોવાથી યુવક-યુવતીઓ ઘરની બહાર ફરતાં હોય છે. આવામાં કેટલાક પ્રેમી યુગલો ગરબે ઝૂમવાના બહાને સાબરમતી રિવરફ્રન્ટ પર બેસી રહેતા હોય છે.

hqdefault 3 પ્રેમી યુગલો સાવધાન : મોડી રાતે રિવરફ્રન્ટ પર પકડાયા તો ....

કેટલાંક પ્રેમી યુગલો આનો ફાયદો ઉઠાવી સાબરમતી રિવરફ્રન્ટ પર રાતના અંધારામાં બેસી બીભત્સ હરકતો કરતાં હોય છે, જેના પગલે નવરાત્રીના તહેવાર દરમ્યાન સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે રિવરફ્રન્ટ પર મોડી રાતે પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

પોલીસે ગઈ કાલે રાતે સાહિત્ય પરિષદ પાસે, આંબેડકર‌િ બ્રજ પાસે સીડી પર અને ઇવેન્ટ સેન્ટર પાસેથી યુવક-યુવતીઓને બીભત્સ હરકત કરતાં ઝડપી પાડ્યા હતા. પોલીસે અલગ અલગ જગ્યાએથી કુલ પાંચ પ્રેમી યુગલો ઝડપી તેમના માતા-પિતાને જાણ કરી હતી.