Not Set/ અમદાવાદ/ ચાવી આપવાના બહાને મહિલા કર્મચારીને ઓફિસે બોલાવી બોસે કર્યો રેપ

રાજ્યમાં ઘણા સમય એક પછી એક બળાત્કારની ઘટના સામે આવી રહી છે. એક બાજુ સરકાર દીકરીઓની સલામતીની વાત કરી રહ્યું છે, તો બીજી બાજુ એ જ દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે ફરી એકવાર અમદાવાદમાં બળાત્કારની ઘટના સામે આવી છે. અમદાવાદમાં આવેલ ઉસ્માનપુરા વિસ્તારમાં એક પરિણીતાએ તેના બોસ સામે […]

Top Stories Ahmedabad Gujarat
rape full અમદાવાદ/ ચાવી આપવાના બહાને મહિલા કર્મચારીને ઓફિસે બોલાવી બોસે કર્યો રેપ

રાજ્યમાં ઘણા સમય એક પછી એક બળાત્કારની ઘટના સામે આવી રહી છે. એક બાજુ સરકાર દીકરીઓની સલામતીની વાત કરી રહ્યું છે, તો બીજી બાજુ એ જ દીકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવી રહ્યો છે. સુરત, વડોદરા, રાજકોટ બાદ હવે ફરી એકવાર અમદાવાદમાં બળાત્કારની ઘટના સામે આવી છે.

અમદાવાદમાં આવેલ ઉસ્માનપુરા વિસ્તારમાં એક પરિણીતાએ તેના બોસ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના બોસ તેને અવારનવાર કોઈના કોઈ બહાને જેમ કે ક્યારેક ચાવી તો ક્યારેક ચાર્જરના બહાને બોલાવીને બળાત્કાર ગુજારતો હતો. એટલું જ નહીં જો મહિલા આવાની ના પાડે તો તેઓ શારિરીક સંબંધોના લીધેલા વિડીયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી અનુસાર 29 વર્ષની આ પીડિતા મૂળ જુનાગઢની છે અને હાલ તે તેના પતિ અને પરિવાર સાથે ઘાટલોડિયામાં રહે છે. પીડિતાને થોડા સમય પહેલાં ઉસ્માનપુરામાં આવેલી એક કૉમ્યુનિકેશન ઓફિસમાં સેલ્સ એક્ઝિક્યૂટીવ તરીકે નોકરી શરૂ કરી હતી. જેના માલિક મુકેશ રાજપૂત હતા. ઓફિસમાં અન્ય સાત જેટલી યુવતીઓ પણ નોકરી કરતી હતી.

આપને જણાવી દઈએ કે મુકેશ રાજપૂતે સમયસર પગાર ન કરતા આ પીડિતાએ નોકરી છોડી દીધી હતી અને અન્ય જગ્યાએ તે નોકરીએ લાગી હતી. પરંતુ બાદમાં ફરી વધુ પગાર અને કમિશન આપવાની લાલચ આપી મુકેશે તેને ફરી નોકરીએ બોલાવી લીધી  હતી.

આ મામલે પીડિતાએ જણાવ્યું કે એક દિવસ જ્યારે ટે નોકરી પરથી ઘરે જવા નીકળી ત્યારે તેના બોસ મુકેશે ફોન કર્યો અને ફોન પર કહ્યું કે તે બીજા દિવસે નથી આવવાનો જેથી ચાવી લેવા માટે પીડિતાને ઓફિસે બોલાવી હતી. અન્ય સ્ટાફ જતો રહ્યો હોવાથી બંને એકલા હતા જેથી મુકેશે તેનો લાભ ઉઠાવ્યો હતો અને તેની સાથે શારિરીક સંબંધો બાંધ્યો હતો.

એ પછી મુકેશ અવારનવાર કોઈ પણ બહાને તેને ફરી એક દિવસ ચાર્જર ભૂલી ગઇ છે તે લઇ જા તેમ કહી તેને ઓફિસ બોલાવી હતી. યુવતીએ સિક્યોરિટી ગાર્ડ સાથે મોકલાવવાનું કહેતા તેણે ધમકી આપી યુવતીને ઓફિસમાં બોલાવી હતી અને ફરી બળાત્કાર ગુજાર્યો હતો.

મહિલાએ આ બાબતને લઇને ગભરાઇ જતા તેને તેના પતિને આ સંગે ઘટનાની જાણ કરી બાદમાં મહિલાએ વાડજ પોલીસસ્ટેશનમાં મુકેશ રાજપૂત સામે આઇપીસી 376,376(સી), 376(2) (એફ),376 (2) (કે),  376 (2) (એન), 506 (2)મુજબ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.