Not Set/ ગુજરાત/ ‘મહા’ વાવાઝોડાની અસર હજુ યથાવત, સવારથી અમદાવાદમાં પડી રહ્યો છે ઝરમર વરસાદ

રાજ્યમાં મહા વાવાઝોડાની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આજે સવારથી જ રાજ્યનાં ઘણા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહી ઘણા વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યુ છે કે, રાજ્યનાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે […]

Top Stories Gujarat Others
Rain ગુજરાત/ ‘મહા’ વાવાઝોડાની અસર હજુ યથાવત, સવારથી અમદાવાદમાં પડી રહ્યો છે ઝરમર વરસાદ

રાજ્યમાં મહા વાવાઝોડાની અસર હજુ પણ યથાવત જોવા મળી રહી છે. આજે સવારથી જ રાજ્યનાં ઘણા શહેરોમાં વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદની વાત કરીએ તો અહી ઘણા વિસ્તારોમાં સવારથી જ વરસાદ પડી રહ્યો છે. તાજેતરમાં સામે આવ્યુ છે કે, રાજ્યનાં ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

Image result for ahmedabad normal rain"

આજે સવારથી જ અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જે હજુ પણ ઘણા વિસ્તારોમાં યથાવત છે. રાજ્યનાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત આવતું મહા વાવાઝોડું મંદ પડ્યું છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર જયંત સરકારે ગઇ કાલે શનિવારે રાજ્યની સ્થિતિનો ચિતાર રજૂ કરવા એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં જયંત સરકારે જણાવ્યું કે,  ‘મહા’ વાવાઝોડું ગુજરાત તરફ આવતા નબળું પડશે. ગુજરાત પરથી ‘મહા’નું સંકટ ટળ્યું પણ ખતરો હજુ યથાવત છે. વાવાઝો઼ડાની અસરનાં પગલે અનેક જિલ્લામાં વરસાદ પડશે. જો કે ગુજરાત માટે રાહતનાં સમાચાર એ છે કે, અતિ ગંભીર ચક્રવાતી વાવાઝોડું 24 કલાકમાં ફરી વળાંક લેશે, જેના લીધે તેની ઝડપ અને તીવ્રતા ઘટી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.