Politics/ પ્રશાંત કિશોરે કેપ્ટન અમરિન્દરનાં મુખ્ય સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહનાં મુખ્ય સલાહકાર પદ પરથી હવે રાજીનામુંં આપી દીધુ છે. જે બાદ હવે પંજાબની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.

Top Stories India
પ્રશાંત

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહનાં મુખ્ય સલાહકાર પદ પરથી રાજીનામું આપી દીધુ છે. પ્રશાંત કિશોરે રાજીનામાનું કારણ આપતા અમરિંદર સિંહને પત્ર લખ્યો છે.

પ્રશાંત

આ પણ વાંચો – આરોપ / ન્યૂયોર્કના ગવર્નર એન્ડ્રુ કુમો પર કુલ 11 મહિલાઓનું જાતીય શોષણ કરવાનો આરોપ,જો બિડેને કહ્યું રાજીનામું આપવું જોઈએ

પ્રશાંત કિશોરે લખ્યું છે કે, ‘હું જાહેર જીવનમાં સક્રિય રાજકારણમાંથી કામચલાઉ વિરામ માંગુ છું. તેથી, હું તમારા મુખ્ય સલાહકારની પોસ્ટની જવાબદારી લઈ શકતો નથી. આ સાથે, તેમણે લખ્યું કે, ભવિષ્યમાં શું કરવું તે નક્કી કરવાનું બાકી છે. તેથી, હું તમને વિનંતી કરું છું કે મને આ પોસ્ટમાંથી મુક્ત કરો. પ્રશાંત કિશોરે કહ્યું કે, આ પોસ્ટ માટે મને પસંદ કરવા બદલ આભાર.’ આપને જણાવી દઈએ કે, આ વર્ષે માર્ચમાં કેપ્ટન અમરિંદર સિંહે પ્રશાંત કિશોરને તેમના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા. આ માહિતી ખુદ અમરિંદર સિંહે આપી હતી. તેમણે લખ્યું કે, પ્રશાંત કિશોરને મારા મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પંજાબનાં લોકોની સુખાકારી માટે તેમની સાથે કામ કરશે. પ્રશાંત કિશોરે એવા સમયે રાજીનામું આપ્યું છે જ્યારે આગામી વર્ષે અહીં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં કેપ્ટન અમરિંદર સિંહને આંચકો લાગી શકે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જઈ શકે છે.

પ્રશાંત

આ પણ વાંચો – નારી ગૌરવ દિવસ /  જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે અને રિદ્ધિ સિદ્ધિ આવે છે : મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી

પ્રશાંતે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે કામ કર્યું અને ત્યાંની ચૂંટણીમાં જબરદસ્ત સફળતા મેળવી હતી. આ પછી કોંગ્રેસ પ્રશાંતને પોતાની સાથે લેવા માંગે છે. મીડિયા રિપોર્ટ અનુસાર પ્રશાંત કોંગ્રેસમાં મોટી ભૂમિકા ઈચ્છે છે. તાજેતરમાં તેઓ રાહુલ ગાંધીને પણ મળ્યા હતા. 22 જુલાઇએ એક બેઠક યોજાઇ હતી જેમાં મલ્લિકાર્જુન ખડગે, કમલનાથ, આનંદ શર્મા, અજય માકન, કેસી વેણુગોપાલ અને અંબિકા સોની જેવા કોંગ્રેસનાં મોટા નેતાઓ હાજર રહ્યા હતા. રાહુલ ગાંધીએ બેઠક બાદ સંકેત આપ્યો હતો કે પીકે કોંગ્રેસમાં જોડાઈ શકે છે. તેની ભૂમિકા ટૂંક સમયમાં નક્કી થઈ શકે છે.