Not Set/ સુરત : પ્રેમીએ લાકડાના ફટકા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

પ્રેમી-પ્રેમિકાની આત્મહત્યાની ખબરો ખુબ મળી રહી છે, ત્યારે સુરતના માંગરોળના હરસણી ગામે પ્રેમીએ પ્રમિકાની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો મુજબ પ્રેમી-પ્રેમિકા વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો. ઝગડો થતા પ્રેમી ગુસ્સામાં ભરાઈ ગયો હતો. પ્રેમીએ ગુસ્સામાં આવીને પ્રેમિકાને લાકડાના ફટકા માર્યા હતા. પ્રેમી એટલી હદે ગુસ્સામાં હતો કે તેણે લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા […]

Top Stories Gujarat Surat
srt murder 1 સુરત : પ્રેમીએ લાકડાના ફટકા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

પ્રેમી-પ્રેમિકાની આત્મહત્યાની ખબરો ખુબ મળી રહી છે, ત્યારે સુરતના માંગરોળના હરસણી ગામે પ્રેમીએ પ્રમિકાની હત્યા કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળી રહેલી વિગતો મુજબ પ્રેમી-પ્રેમિકા વચ્ચે નજીવી બાબતે ઝગડો થયો હતો.

ઝગડો થતા પ્રેમી ગુસ્સામાં ભરાઈ ગયો હતો. પ્રેમીએ ગુસ્સામાં આવીને પ્રેમિકાને લાકડાના ફટકા માર્યા હતા.

WhatsApp Image 2018 09 28 at 10.53.54 AM e1538137246851 સુરત : પ્રેમીએ લાકડાના ફટકા ઝીંકી કરી પ્રેમિકાની હત્યા

પ્રેમી એટલી હદે ગુસ્સામાં હતો કે તેણે લાકડાના ફટકા મારીને પ્રેમિકાની હત્યા નિપજાવી હતી. હત્યા કરીને પ્રેમી ફરાર થઇ ગયો હતો.

આ મામલે માંગરોળ પોલીસને જાણ કરાતા, પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. અને પોલીસે તપાસ હાથ ધરી હતી. તેમજ ફરાર પ્રેમીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.