Not Set/ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ,દમણ અને દાદરા નગર હવેલી મર્જ થઈ જશે

ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા અને નગર હવેલીને જોડીને એક કેન્દ્રશાસિત પ્રદેશ કરાશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં આ જાણકારી આપતા કહ્યું કે આ અંગેનું દીવ,દમણ અને દાદરા નગર હવેલીને મર્જ કરતું બિલ   લોકસભામાં આગામી સપ્તાહે રજૂ કરાશે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણય પછી સરકારે આ પગલું ભર્યું છે. વહીવટને […]

Gujarat Others
pjimage 23 2 e1574481051620 કેન્દ્રશાસિત પ્રદેશ દીવ,દમણ અને દાદરા નગર હવેલી મર્જ થઈ જશે

ગુજરાતને અડીને આવેલા કેન્દ્રશાસિત પ્રદેશો દીવ-દમણ અને દાદરા અને નગર હવેલીને જોડીને એક કેન્દ્રશાસિત પ્રદેશ કરાશે. કેન્દ્રીય મંત્રી અર્જુન મેઘવાલે લોકસભામાં આ જાણકારી આપતા કહ્યું કે આ અંગેનું દીવ,દમણ અને દાદરા નગર હવેલીને મર્જ કરતું બિલ   લોકસભામાં આગામી સપ્તાહે રજૂ કરાશે. જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વિભાજિત કરવાના નિર્ણય પછી સરકારે આ પગલું ભર્યું છે.

વહીવટને સારી રીતે ચલાવવા માટે આ કેન્દ્રશાસિત પ્રદેશોનો વિલય કરાઈ રહ્યો છે તથા ખર્ચ પણ ઘટશે.બંને કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે માત્ર 35 કિમીનું અંતર છે. પરંતુ બંને પ્રદેશ માટે અલગ અલગ બજેટ અને સચિવાલય છે. દાદરા અને નગર હવેલીમાં માત્ર એક જિલ્લો જ્યારે દમણ અને દીવમાં બે જિલ્લા છે. વિલય પછી તેનું નામ દાદરા નગર હવેલી, દમણ અને દીવ થઈ શકે છે.

આ પહેલા 5 ઓગસ્ટે કેન્દ્ર સરકારે જમ્મૂ કાશ્મીરમાંથી કલમ 370 હટાવીને તેને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચી દીધા હતા. ત્યાર બાદ દેશમાં આ સમયે 9 કેન્દ્ર શાસિત પ્રદેશ થઇ ગયા છે. જોકે દીવ-દમણ અને દાદરાનગર હવેલીને મર્જ કરાયા બાદ આ સંખ્યા ઘટીને 8 થઇ જશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.