Not Set/ વલસાડમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, વાપીની સોસાયટીઓમાં ઘૂંટણ સુધી પાણી

વલસાડ, વલસાડમાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ થતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.વલસાડમાં 8 ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા.વલસાડના વાપીમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં કેડ સુધી પાણી ભરાયા હતા. ભારે વરસાદથી વાપીના મુખ્ય રસ્તા પણ નદીમાં ફેરવાયા હતા. વાપીના ગુંજન, છરવાડા, ટાઉન જીઆઇડીસીમાં પાણી ભરાયા હતા. વાપી […]

Top Stories Gujarat Others
tdfidwb 2 વલસાડમાં 8 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર, વાપીની સોસાયટીઓમાં ઘૂંટણ સુધી પાણી

વલસાડ,

વલસાડમાં છેલ્લા 24 કલાકમાં અતિ ભારે વરસાદ થતા સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.વલસાડમાં 8 ઈંચ જેટલો વરસાદ પડતાં નીચાણવાળા અનેક વિસ્તાર જળબંબાકાર થઈ ગયા હતા.વલસાડના વાપીમાં ભારે વરસાદને કારણે અનેક સોસાયટીઓમાં કેડ સુધી પાણી ભરાયા હતા.

ભારે વરસાદથી વાપીના મુખ્ય રસ્તા પણ નદીમાં ફેરવાયા હતા. વાપીના ગુંજન, છરવાડા, ટાઉન જીઆઇડીસીમાં પાણી ભરાયા હતા.

વાપી સિવાય વલસાડના બીજા તાલુકાઓમાં પણ સતત વરસાદ ચાલુ રહેતા લોકોની હાલત ખરાબ થઈ હતી.

વલસાડનાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદને કારણે બાયપાસ રોડ પર પણ પાણી આવી ગયા છે. રોડ પરનાં ધસમસતા વરસાદી પાણીમાં વાહનો પર પસાર થતા 3 બાઇક તણાઇ ગઇ છે. 4 વાહનો પાણીમાં ફસાતા ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કરીને તેમને બચાવી લેવામાં આવ્યાં છે.

વલસાડના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં મધુબન ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. વલસાડની દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. અને કાંઠાના ગામોને પણ સલામત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

વલસાડ જિલ્લાનાં તમામ તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં વરસતા વરસાદમાં ઉમરગામમાં 4 ઇંચ, પારડીમાં 5.72 ઇંચ, ધરમપુરમાં 8 ઇંચ, વાપીમાં 8 ઇંચ, કપરાડામાં 8.6 ઇંચ અને વલસાડમાં 8.36 ઇંચ વરસાદ ખાબકયો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.