Not Set/ પગાર ધોરણ સહિતની માંગણીઓ ન સંતોષતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ

છોટાઉદેપુર, ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી તેમજ છોટાઉદેપુર જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તેમના પગાર ધોરણ, 0 કિમીએ  પી. ટી. એ. જેવી વિવિધ માંગણીઓની જિલ્લાથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા સોમવારથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ થનાર છે. છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ગુજરાત […]

Gujarat Others
199771 પગાર ધોરણ સહિતની માંગણીઓ ન સંતોષતા આરોગ્ય કર્મચારીઓ દ્વારા આંદોલનના મંડાણ

છોટાઉદેપુર,

ગુજરાત રાજ્ય પંચાયત આરોગ્ય કર્મચારી તેમજ છોટાઉદેપુર જીલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા તેમના પગાર ધોરણ, 0 કિમીએ  પી. ટી. એ. જેવી વિવિધ માંગણીઓની જિલ્લાથી લઈ ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં તેનો કોઈ યોગ્ય ઉકેલ ન આવતા સોમવારથી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન શરૂ થનાર છે.

છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા ગુજરાત સરકારના પંચાયત વિભાગમાં ફરજ મેલેરિયા સુપરવાઇઝર અને લેબ ટેકનીશીયન (પેથોલોજી), જિલ્લા મેલેરીયા અધિકારી (વગૅ-૨), ફિમેલ હેલ્થ સુપરવાઇઝર, લેબોરેટરી ટેક્નિશિયન અને ફાર્માસિસ્ટ વગેરે કેડરના કર્મચારીઓની ઘણા લાંબા સમયથી કેટલીક પડતર માંગણીઓ સંદર્ભે  ગત તા. ૨૦/ ૧૨/ ૨૦૧૮નાં  રોજ સ્થાનિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેકટર અને રાજ્ય સરકાર સુધી આવેદન આપ્યું હતું.

જેમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓને ટેકનિકલ પગાર ધોરણ આપવુ, રાજ્યની સેવાની જેમ ત્રિસ્તરીય માળખાનું પંચાયત સેવામાં અમલ કરવો, કર્મચારીઓને 0 કિ.મી. એ પી.ટી.એ. આપવું,  તાલુકાને જિલ્લા કક્ષાએ સુપરવાઇઝરની જગ્યાઓ  અપગ્રેડ કરવી, મેલેરિયા સુપરવાઇઝર અને લેબ ટેકનીશીયન (પેથોલોજી) ને જિલ્લા મેલેરીયા અધિકારી (વગૅ-૨) અને ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ને પી.એચ.એન તરીકે બઢતી આપવી તેમજ નવા મંજૂર થયેલા જિલ્લાઓમાં જિલ્લા કક્ષાનું મહેકમ મંજૂર કરી જગ્યાઓ ભરવી સહિતની માંગણીઓ બાબતનું આવેદનપત્ર આપ્યું હતું, જેને ઘણો સમય થવા છતાં આ માંગણીઓ સંતોષવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઇ યોગ્ય જવાબ ન મળતા આખરે તા. ૨૧/૦૧/૨૦૧૯ થી લઈ તા.૨૫/૦૧/૨૦૧૯ સુધી આરોગ્યના તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવશે, તા. ૨૮/૦૧/૨૦૧૯ નાં રોજ પેન ડાઉન કામગીરી કરશે.

આ ઉપરાંત તા.૧૫/૦૨/૨૦૧૯ થી ચોક્કસ મુદ્દતની હડતાલ પર છોટાઉદેપુર જિલ્લાના તમામ ૬૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓએ  આંદોલનમાં નક્કી કરે રાજ્યવ્યાપી આંદોલન માં સંપૂર્ણ રીતે ટેકો જાહેર કર્યો હોવાને લઇ આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે મળેલ આરોગ્ય કર્મચારીના હોદ્દેદારોની મીટીંગ દરમિયાન આંદોલનની રણનીતિ તૈયાર કરતા છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ ના પ્રમુખ જયેશભાઈ મોચી તથા મંત્રી ખુરસીંગભાઇ રાઠવાએ જણાવ્યું હતું.