Gujarat Visit/ સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મોઢેરાના સૂર્ય મંદિરની લેશે મુલાકાત

સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હવે તેઓ 20 ઓક્ટોબરે કેવડિયા ખાતે મિશન લાઈફ સમારંભમાં ઉપસ્થિત રહેશે.

Top Stories Gujarat
27 1 સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના પ્રવાસે, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને મોઢેરાના સૂર્ય મંદિરની લેશે મુલાકાત
  • યુનાઇટેડ નેશનના મહાસચિવ ગુજરાતના પ્રવાસે
  • એન્ટોનિયો ગુટરેસ લેશે કેવડિયાની મુલાકાત
  • સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેશે મુલાકાત
  • વડાપ્રધાન મોદી કરશે સ્વાગત
  • ટેન્ટ સિટીમાં લાઈફ મિશન કાર્યક્રમમાં ભાગ લેશે
    સોલાર વિલેજ મોઢેરાની પણ મુલાકાત લેશે

સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે હવે તેઓ 20 ઓક્ટોબરે કેવડિયા ખાતે મિશન લાઈફ સમારંભમાં ઉપસ્થિત રહેશે. અહીં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે તેઓ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત તેઓ મોઢેરા ખાતે ભારતના પ્રથમ સૌર ઊર્જાથી ચાલતા ગામ અને ઐતિહાસિક સૂર્ય મંદિરની પણ મુલાકાત લેશે.

લાઈફ પ્રોગ્રામ કરશે લોન્ચ સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલલાઈફ સ્ટાઈલ ફૉર એન્વાયર્ન્મેન્ટ (લાઈફ) પ્રોગ્રામ લોન્ચ કરશે. આ કાર્યક્રમની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા જૂન મહિનામાં કરી હતી, જેનું અમલીકરણ નીતિ આયોગ કરી રહ્યું હતું.UN સેક્રેટરી જનરલ આ કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા ઉપરાંત ભારત મુલાકાત દરમિયાન કેટલાક ફિલ્ડ પ્રોજેક્ટ કે જે પર્યાવરણ સમસ્યાઓ અને ગ્લોબલ વોર્મિંગના કારણે જે પ્રશ્નો વિશ્વભરમાં ઊભા થયા છે. તેના ઉકેલ માટે ભારતમાં ચાલી રહેલા આયોજનની પણ મુલાકાત લેશે