Not Set/ નડિયાદ : ફાર્મ હાઉસમાં દારૂ-હુક્કાની પાર્ટી કરતા 33 નબીરા ઝડપાયા

શનિવારે રાત્રે નડિયાદ એલસીબીએ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. અહીં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 33 નબીરાઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરેલી રેડ 4 વાગ્યા સુધી ચાલી હતી. નડિયાદ તાલુકાના ફતેપુરા ગામની સીમ સુલણ તરફ જવાનો માર્ગ પર સ્થિત ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પાડી […]

Top Stories Gujarat Others
3 1543124946 નડિયાદ : ફાર્મ હાઉસમાં દારૂ-હુક્કાની પાર્ટી કરતા 33 નબીરા ઝડપાયા

શનિવારે રાત્રે નડિયાદ એલસીબીએ તાલુકાના ફતેપુરા ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસ પર રેડ કરી હતી. અહીં દારૂ અને હુક્કાની મહેફિલ માણતા 33 નબીરાઓને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે રાત્રે 10 વાગ્યાથી શરૂ કરેલી રેડ 4 વાગ્યા સુધી ચાલી હતી.

નડિયાદ તાલુકાના ફતેપુરા ગામની સીમ સુલણ તરફ જવાનો માર્ગ પર સ્થિત ફાર્મ હાઉસમાં પોલીસે રેડ પાડી હતી. જેમાં દારૂ અને હુક્કાની પાર્ટી કરનાર નબીરાઓને પોલીસે દબોચી લીધા હતા. અને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

7 1543126281 e1543130777274 નડિયાદ : ફાર્મ હાઉસમાં દારૂ-હુક્કાની પાર્ટી કરતા 33 નબીરા ઝડપાયા
mantavyanews.com

રેડ દરમિયાન પોલીસે 13 બાઈક, 8 કાર, 30 મોબાઈલ ફોન, વિદેશી દારૂની 3 બોટલ, 1 ખાલી બોટલ અને 1 ખાલી ટીન, પ્લાસ્ટિકના ગ્લાસ, પાઈપનો હુક્કો, હુક્કામાં ભરવાના ફ્લેવરના બે પેકેટ, કોલસા અને ઈલેક્ટ્રિક સગડી વગેરે જપ્ત કર્યું હતું.

જણાવી દઈએ કે, ફાર્મ હાઉસનો માલિક પણ આ પાર્ટીમાં સામેલ હતો. પકડાયેલા 33 નબીરાઓના મેડિકલ ટેસ્ટની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.