Not Set/ કુદરતી રીતે બન્ને આંખો અલગ કલર, ઈન્ડિયા બુક રેકોર્ડ્સમાં સ્થાન

સામાન્ય રીતે બંને આંખોમાં એક કલર જોવા મળે છે પરંતુ કચ્છના ગાંધીધામમાં એક યુવતીને કુદરતનો કરિશ્મા ભેટમાં મળ્યો છે યુવતીની બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર છે જેને ઈન્ડીયા બુક રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો નોંધાયો છે ત્યારે કચ્છમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે ગાંધીધામમાં મુન્દ્રા […]

Gujarat Others
Untitled 166 કુદરતી રીતે બન્ને આંખો અલગ કલર, ઈન્ડિયા બુક રેકોર્ડ્સમાં સ્થાન

સામાન્ય રીતે બંને આંખોમાં એક કલર જોવા મળે છે પરંતુ કચ્છના ગાંધીધામમાં એક યુવતીને કુદરતનો કરિશ્મા ભેટમાં મળ્યો છે યુવતીની બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર છે જેને ઈન્ડીયા બુક રેકોર્ડ્સમાં પણ સ્થાન મળ્યું છે સમગ્ર દેશમાં આ પ્રકારનો પ્રથમ કિસ્સો નોંધાયો છે ત્યારે કચ્છમાં આ કિસ્સો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે

ગાંધીધામમાં મુન્દ્રા સર્કલ વિસ્તાર નજીક રહેતી કરીશમા માનીને કુદરતની અનેરી બક્ષીક્ષ ભેટ મળી છે તેની બંને આંખોમાં ભાગ્યે જ જોવા મળે તેમ અલગ અલગ કલર છે એક આંખનો કલર હેઝલ તો બીજાનો રંગ બ્લેકીશ બ્રાઉન છે. જે મેડીકલ સાયન્સમાં દુર્લભ સ્થિતિ છે. જેને હેટેરોક્રોમીઆ આઈરીડમ કહેવામાં આવે છે વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલી ગાંધીધામની કરીશ્માની એક નેત્રમાં હેઝલ તો બીજામાં બ્લેકીશ બ્રાઉન રંગની ઉપલબ્ધિની દેશમાંથી એકજ નોંધ થઈ છે.

બન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર, ઈન્ડિયા બુકમાં સ્થાન

આ અંગે જણાવ્યું હતું કે જે બંન્ને કલરની તેમની આંખો છે, તે બંન્ને અલગ અલગ તેમના માતા પિતાની પણ છે. જેથી પિતાની અને માતાના પ્રતિનીધી રુપે તેને અલગ અલગ એટલે કે જમણી આંખ હેઝલ અને ડાબી આંખ બ્લેકીશ બ્રાઉન રંગની  છે.

શરૂઆતમાં માતા – પિતા પણ આ ઘટનાને સામાન્ય માનતા હતા દીકરી મોટી થશે તેમ આંખનો રંગ ડેવલોપ થઈ જશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી આંખના સર્જન પાસે પણ કન્સલ્ટ કરાયું હતું જો કે,તબીબોએ આ ઉપલબ્ધિને ગોડ ગિફ્ટ ગણાવી હતી માતા – પિતાના પ્રતિનિધિ રૂપે બંને આંખોમાં અલગ કલર હોતા કરીશ્મા પોતાને સ્પેશ્યલ માને છે કરિશ્મા માનીનું નામ ઈન્ડીયા બુક ઓફ રેકોર્ડ્સના 2020ના બુકમાં અંકિત કરવામાં આવ્યું હતું. આ ઉપલબ્ધી તેમને બંન્ને આંખોમાં કુદરતી રીતે અલગ કલર હોવાથી મળી છે.

સમગ્ર ક્ચ્છમાં બંને આંખમાં અલગ કલર ધરાવતી યુવતીની વાત ચર્ચાના કેન્દ્રે છે ગાંધીધામના ડો.હર્ષવર્ધન પ્રજાપતિએ જણાવ્યું કે,બંને આખોમાં અલગ કલર હોવું એ ભાગ્યે જ જોવા મળે છે આવું બે પ્રકારે થઈ શકે જેમાં વારસાગત કે શરીરમાં બીમારી હોય તો બંને આંખોમાં અલગ કલર આવી શકે પરંતુ કરિશ્માને કોઈ બીમારી નથી તેની આંખો સ્વસ્થ છે કરિશ્માને વારસાગત પરિણામો થકી બંને આંખોમાં અલગ કલરની સિદ્ધિ મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.