રાજકોટ/ NCP ધારાસભ્ય કાંધલ જાડેજાને દોઢ વર્ષનો જેલવાસ ફટકારતી રાજકોટ કોર્ટ 

લેડી ડોન સંતોક બેન જાડેજાના પુત્ર અને NCP ના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા ને રાજકોટ કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી છે.

Top Stories Gujarat
ncp-mla-kandhal-jadeja-

કાંધલ જાડેજા પોરબંદરના કુતિયાણા બેઠક પરથી એનસીપીના ધારાસભ્ય છે. કાંધલ જાડેજાને રાજકોટ કોર્ટે દોઢ વર્ષની કેદની સજા ફટકારી છે.  લેડી ડોન સંતોક બેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજા ને રાજકોટ કોર્ટે દોઢ વર્ષની સજા ફટકારી છે. રાજકોટ કોર્ટે 15 વર્ષ જૂના કેસમાં દોષિત ઠેરવ્યા છે. રાજકોટની કોર્ટે કાંધલ જાડેજાને 2007માં પોલીસ જાપ્તામાંથી ભાગી છૂટવાના ગુનામાં દોષિત ઠેરવતાં દોઢ વર્ષની જેલની સજા ફટકારી હતી.

કોર્ટે કાંધલ જાડેજાને 10,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.વર્ષ 2007ના એક કેસમાં કાંધલ જાડેજા પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયો હતો તેને રાજકોટના વિદ્યાનગર રોડ પરની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો. અને પોલીસ નજર ચૂકવી ફરાર થઇ ગયો હતો. જો કે  પોલીસે 2009માં ફરી એકવાર કાંધલ જાડેજા ને ઝડપી પાડયો  હતો.

આ કેસમાં કાંધલ જાડેજા સહિત ચાર પોલીસકર્મી, ત્રણ ડોક્ટર સહિત 14 લોકો સામે કેસ ચાલી રહ્યો હતો. રાજકોટની કોર્ટે કાંધલ જાડેજાને દોષિત ઠેરવી દોઢ વર્ષની કેદની સજા અને 10 હજારનો દંડ પણ ફટકાર્યો હતો.

કાંધલ જાડેજાના વકીલ અંશ ભારદ્વાજે કહ્યું છે કે તેને જેલમાં જવાની જરૂર નથી કારણ કે તે 1 વર્ષ અને 7 મહિનાની સજા ભોગવી ચૂક્યો છે. કાંધલ જાડેજાએ કોર્ટમાં અરજી કરી હતી અને સજા પર એક મહિના માટે સ્ટે આપવા અપીલ કરી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. સજા છતાં કાંધલ જાડેજા 2022ની વિધાનસભાની ચૂંટણી લડી શકશે.

ઉલ્લેખનીય છે કે, કાંધલ જાડેજા પોરબંદરની લેડી ડોન સંતોક બેન જાડેજાનો પુત્ર છે. કાંધલ-કાન્હા જાડેજાને પોલીસે 2005માં પોરબંદરમાં પૂર્વ કાઉન્સિલર સુનીતા વૃધ્ધાની હત્યામાં કેસમાં ઝડપાયા હતા.  આ કેસમાં કોર્ટે જુલાઈ 2021માં પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે કાન્હા જાડેજા સહિત આઠ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતા.