Not Set/ NCT ટ્રીટમેન્ટ પ્લાન્ટના કર્મચારીઓ ફરી હડતાળ પર, શોષણને લઇને કરાઇ હડતાળ

અંકલેશ્વર, અંકલેશ્વર ખાતે ના NCT ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના કર્મચારીઓ તેમના થતા શોષણ ના મુદ્દે  ફરી એક વાર આજ થી હડતાળ શરૂ કરી હતી. અંકલેશ્વર ખાતે આવેલ ફાઇનલ એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ઔદ્યોગિક વસાહતો માંથી આવતા એફલુએન્ટ ને શુદ્ધિકરણ ની પ્રિક્રિયા કરી આ એફલુએન્ટ ને કાંટીયાજાળ પાસે દરિયા માં છોડવામાં આવે છે. જેને NCTના નામ થી […]

Gujarat Vadodara
Ankleshwar Strike 2 NCT ટ્રીટમેન્ટ પ્લાન્ટના કર્મચારીઓ ફરી હડતાળ પર, શોષણને લઇને કરાઇ હડતાળ

અંકલેશ્વર,

અંકલેશ્વર ખાતે ના NCT ટ્રીટમેન્ટ પ્લાન્ટ ના કર્મચારીઓ તેમના થતા શોષણ ના મુદ્દે  ફરી એક વાર આજ થી હડતાળ શરૂ કરી હતી. અંકલેશ્વર ખાતે આવેલ ફાઇનલ એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ઔદ્યોગિક વસાહતો માંથી આવતા એફલુએન્ટ ને શુદ્ધિકરણ ની પ્રિક્રિયા કરી આ એફલુએન્ટ ને કાંટીયાજાળ પાસે દરિયા માં છોડવામાં આવે છે. જેને NCTના નામ થી ઓળખવામાં આવે છે. આ NCT માં કર્મચારીઓ નું કમ્પની અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારો નું શોષણ થઈ રહ્યું હોવા ના આક્ષેપો સાથે કામદારોએ 20 દિવસ અગાઉ હડતાળ પર ગયા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ આગેવાનોએ, ઉદ્યોગકારો અને જીપીસીબી અધિકારીઓ એ મધ્યસ્થી કરતા NCT એ લેખિત માં બાંહેધરી આપી હતી કે હાલ ચૂંટણી નો સમય છે તેથી અમો દ્વારા 15 દિવસ માં કર્મચારીઓ ના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. જોકે આ સમાધાન મુજબ કોઈ પણ  કાર્યવાહી ના થવા ના કારણે અને NCT દ્વારા માંગણીઓ નામંજૂર કરવાની નોટિસ નોટિસ બોર્ડ પર લગાવી દેવાતા  કર્મચારીઓ આજ થી (સોમવાર) થી ફરીથી હડતાળ ચાલુ કરી છે.

આ વિશે કર્મચારીઓએ કહ્યું હતું કે કાંટીયાજાળ ખાતે નો બુસ્ટર પંપ  બંધ કરી દેવા માં આવ્યા છે. કર્મચારીઓ ના પ્રીતિનિધિઓ  બાંહેધરી આપ્યા પછી પણ અમલ ન કરી અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અમારી સાથે વાત કરવાના બદલે નોટિસ બોર્ડ પર જાહેરાત કરી માંગણીઓનો અસ્વીકાર કરવામાં આવ્યો છે.

કર્મીઓની હડતાળ સામે NCT પણ વારંવાર ની હડતાળ પર ચાલ્યા જતા કર્મચારીઓ સામે સખત પગલાં લઈ રહી છે અને કાયદો વ્યવસ્થા ના બગડે તે માટે પૈસા ચૂકવી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરવામાં આવી છે. તે ઉપરાંત પ્લાન્ટ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કામદારો ના કોન્ટ્રાક્ટરો ને પણ દબાણ કરી તેમના કામદારો હડતાળ પર ના જાય તેવા આદેશો આપી દેવા માં આવ્યા છે. જોકે કામદારો કોન્ટ્રાક્ટરો ના આદેશો ને અવગણી ને હડતાળ માં જોડાઈ ગયા છે.