Covid-19 Update/ રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

કોરોનાના 2265 કેસ સામે આવ્યા છે.  જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોંધાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે સૌથી વધુ 1290 કેસ નોંધાયા છે. અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે.

Top Stories Gujarat Others
4 1 1 રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

ગુજરાત રાજ્યમાં રાજ્યમાં કોરોના કેસનો બ્લાસ્ટ થયો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2265 કેસ સામે આવ્યા છે.  જેમાં સૌથી વધુ કેસ અમદાવાદ ખાતે નોંધાય છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ ખાતે સૌથી વધુ 1290 કેસ નોંધાયા છે. અમદાવાદ ફરી એકવાર કોરોનાનું એપી સેન્ટર બનવા જઈ રહ્યું છે. બીજી લહેર દરમિયાન પણ અમદાવાદ ખાતે સૌથી વધુ કોરોના કેસ સામે આવ્યા હતા.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર સુરતમાં 415 કેસ, વડોદરામાં 86 કેસ, આણંદમાં 70, કચ્છમાં 37,  રાજકોટમાં 36, ખેડામાં 34 , ભરૂચમાં 26,  મોરબીમાં 24 અને ગાંધીનગરમાં 23 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજ રોજ છેલ્લા 24 કલાકમાં 240 લોકો ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 7881 છે.  રાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત થાય છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,36,803 પહોંચ્યો છે.  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,19,287  છે.  તો સાથે રાજ્યમાં રાજ્યમાં ઓમિક્રોનના 2 કેસ નોંધાયા છે.

સચ 2 રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

2 રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

3 રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

4 રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, આજે નોંધાયાં 2200થી વધુ કેસ

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં રસીકરણ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. તો  સાથે 15 થી 18 વર્ષની વયજૂથમાં પણ બાળકોનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.

રજીમ્ના વવાઢતા કેસને ધયાને રાખીને રાજ્યના ઇંડિયન મેડિકલ એસોશીએશને પણ રાજ્ય સરકારને ચેતવણી સાવરૂપે સલાહ આપતો પત્ર લખ્યો છે અને રાજ્યમાં ચાલતા જાહેર મેળાવડા, રાજકીય, સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો બંધ કરવા અને અન્ય સૂચનો કર્યા છે. રાજ્યમાં ફરીએકવાર શૈક્ષણિક કરી ઓનલાઈન ચાલુ કરવામાં પણ જણાવવામાં આવ્યું છે. તો સાથે વિદેશથી આવતા પ્રવાસીઓ માટે  ઈન્ડીયન મેડિકલ એસોસિએશને કહ્યું છે કે, વિદેશથી આવનારા તમામ પ્રવાસીઓ માટે કોવિડ ટેસ્ટ બાદ પ્રવેશ અને તેમના માટે ક્વોરન્ટીન પોલિસી તૈયાર કરવામાં આવે.

અફઘાનિસ્તાન /  તાલિબાન શા માટે દુકાનોની બહાર મૂકેલા પૂતળાના ગળા કાપી રહ્યું છે..? 

super-poo-stool / તમારી સારવાર બીજાના મળ દ્વારા થશે, ‘મળ દાન’નું ચલણ ઝડપથી વધી રહ્યું છે

Photos / સંપૂર્ણપણે લુપ્ત મેક્સીકન ‘ટકિલા ફીસ’ સાયન્સની મદદથી ફરી જીવિત કરવામાં આવી