Not Set/ વડોદરાનો વધુ એક પુત્ર શહિદ : BSFના જવાન સંજય સાધુ શહીદ, આજે લવાશે પાર્થિવદેહ

વડોદરા, વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અને આસામ બોર્ડર પર ફરજ બનાવતા સંજય સાધુ શહીદ થયા છે.તેઓ બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને જ્યારે તેઓ શહીદ થયા ત્યારે તેઓ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ વિશે સંજય સાધુના ભાઈ જગદીશભાઈએ એક ન્યૂઝ વેબસાઈટને માહિતી આપી હતી. તેમને જણાવ્યુ […]

Top Stories Gujarat Vadodara
aaaamm 11 વડોદરાનો વધુ એક પુત્ર શહિદ : BSFના જવાન સંજય સાધુ શહીદ, આજે લવાશે પાર્થિવદેહ

વડોદરા,

વડોદરાના ગોરવા કરોડિયા રોડ પર આવેલી ભગવતી કૃપા સોસાયટીમાં રહેતા અને આસામ બોર્ડર પર ફરજ બનાવતા સંજય સાધુ શહીદ થયા છે.તેઓ બીએસએફમાં ઈન્સપેક્ટર તરીકે ફરજ બજાવતા હતા અને જ્યારે તેઓ શહીદ થયા ત્યારે તેઓ બોર્ડર પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા

આ વિશે સંજય સાધુના ભાઈ જગદીશભાઈએ એક ન્યૂઝ વેબસાઈટને માહિતી આપી હતી. તેમને જણાવ્યુ હતું કે, ગત રાત્રે દસ વાગ્યાની આસપાસ અરસામાં બે બીએસએફના જવાનો અમારા ઘરે આવ્યા હતા. તેઓએ અમને સંજયની શહીદીના સમાચાર આપ્યા હતા.

જગદીશભાઈએ વધુમાં જણાવ્યુ હતું કે તેમના શહીદ થયાનું દુઃખ ઘણું છે સાથે દેશની રક્ષા કરતાં ભાઈ શહીદ થયો છે તેનો ગર્વ એટલો જ છે.

મહત્વનુ છે કે આજે વડોદરામાં સંજય સાધુનો પાર્થિવદેહ લવાશે.

મળતી માહિતી અનુસાર સંજય સાધુને લગ્ન જીવન દરમિયાન બે દીકરી અને એક દીકરો છે.સંજયના શહીદ થયાના સમાચારથી પરિવારમાં શોકનું વાતાવરણ જોવા મળ્યું હતું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.