Not Set/ મોડાસામાં પરપ્રાંતીયો બન્યા ભયમુક્ત: શરૂ કર્યો વ્યવસાય

પાણીપુરીની વાત આવે એટલે પરપ્રાંતીયો તરત યાદ આવે. ગુજરાતમાં મોટા ભાગે પાણીપુરી વેચનારાઓ પરપ્રાંતીયો છે. જો કે છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતીયો પરના હુમલા મામલે રાજ્યમાં માહોલ ગરમાયો છે. અને મોટી સંખ્યામાં ભયભીત પરપ્રાંતીયોએ હિજરત કરી છે. જો કે પોલીસ અને વહીવટી તંત્ર પરપ્રાંતીયોને સમજાવી રહ્યા છે. ત્યારે મોડાસામાં  પરપ્રાંતીયોને સમજાવવામાં સફળતા મળી છે. કલેક્ટર, જિલ્લા […]

Top Stories Gujarat Others
Modasa Panipuri 2 મોડાસામાં પરપ્રાંતીયો બન્યા ભયમુક્ત: શરૂ કર્યો વ્યવસાય

પાણીપુરીની વાત આવે એટલે પરપ્રાંતીયો તરત યાદ આવે. ગુજરાતમાં મોટા ભાગે પાણીપુરી વેચનારાઓ પરપ્રાંતીયો છે. જો કે છેલ્લા થોડા દિવસોથી પરપ્રાંતીયો પરના હુમલા મામલે રાજ્યમાં માહોલ ગરમાયો છે.

અને મોટી સંખ્યામાં ભયભીત પરપ્રાંતીયોએ હિજરત કરી છે. જો કે પોલીસ અને વહીવટી તંત્ર પરપ્રાંતીયોને સમજાવી રહ્યા છે. ત્યારે મોડાસામાં  પરપ્રાંતીયોને સમજાવવામાં સફળતા મળી છે.

Modasa Panipuri e1539265700367 મોડાસામાં પરપ્રાંતીયો બન્યા ભયમુક્ત: શરૂ કર્યો વ્યવસાય

કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાએ પરપ્રાંતીયો સાથે મુલાકાત કરીને તેમને સમજાવ્યા હતા..જે બાદ પરપ્રાંતીયોએ પોતાના ધંધા ફરી શરૂ કર્યા છે. ત્યારે કલેક્ટર, જિલ્લા પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારીએ પરપ્રાંતીય પાસેથી પાણીપુરી આરોગી હતી.