Not Set/ મેમો ના ભરવો પડે તે માટે ભરબજારે એક વ્યક્તિ ધૂણવા લાગ્યો, દ્રશ્યો જોઇને તમે પણ હસી પડશો

પાટણ, પાટણમાં એક બાઇકચાલકે ભરબજારે નાટક કર્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસ દ્વારા સજાના ભાગરૂપે મેમો આપતા આ નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ નોટંકી વ્યક્તિએ નો-પાર્કિગમાં બાઇકપાર્ક કર્યું હતું. જો કે નો-પાર્કિગમાં બાઇક પાર્ક કર્યું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જેના નિવારણ માટે પોલીસ દ્વારા બાઇક જપ્ત કરવામાં […]

Gujarat
patan મેમો ના ભરવો પડે તે માટે ભરબજારે એક વ્યક્તિ ધૂણવા લાગ્યો, દ્રશ્યો જોઇને તમે પણ હસી પડશો

પાટણ,

પાટણમાં એક બાઇકચાલકે ભરબજારે નાટક કર્યું હોવાનો વિડીયો સામે આવ્યો છે. પોલીસ દ્વારા સજાના ભાગરૂપે મેમો આપતા આ નાટક કર્યું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ આ નોટંકી વ્યક્તિએ નો-પાર્કિગમાં બાઇકપાર્ક કર્યું હતું. જો કે નો-પાર્કિગમાં બાઇક પાર્ક કર્યું હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે. જેના નિવારણ માટે પોલીસ દ્વારા બાઇક જપ્ત કરવામાં આવે છે અને દંડના ભાગરૂપે સમાધાન શુ્લ્ક પાવતી આપવામાં આવે છે.

તેવી જ રીતે આ વ્યક્તિને પણ પોલીસ 200 રૂપિયાનો પાવતી ભરવા માટે કહ્યું હતું. જેથી વ્યક્તિએ ભરબજારે નાટક કર્યું હતું અને ધૂણવા લાગ્યો હતો. યુવકના શરીરમાં જાણે માતાજી આવી ગયા હોય તેમ ધૂણી રહ્યો હતો. 200 નહીં ભરવા માટે કરેલું આ નાટક જોઇને લોકોના ટોળેટોળા એકઠા થઇ ગયા હતા. મહત્વનું છે કે આવી રીતે ભરબજારે ધૂણવાનું નાટક કરતાં એક સમયે તો લોકોમાં રમૂજ ફેલાઇ ગઇ હતી.