Not Set/ શું છે અમદાવાદમાં આતંકી હુમલાનો ભય? કમીશનરે જાહેર કર્યું એલર્ટ

અમદાવાદમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી શહેરીજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. અમદવાદ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે 31 માર્ચ સુધી અમલી રહેશે. જાહેરનામાંના ભંગ બદલ કલમ 188 હેઠળ કાર્યવાહી થશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે […]

Ahmedabad Gujarat
aaaaaaa 4 શું છે અમદાવાદમાં આતંકી હુમલાનો ભય? કમીશનરે જાહેર કર્યું એલર્ટ

અમદાવાદમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવી શકે છે. આતંકી હુમલાની દહેશતને લઇ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી શહેરીજનોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

અમદવાદ પોલીસ કમીશનરે જાહેરનામું બહાર પાડ્યું છે જે 31 માર્ચ સુધી અમલી રહેશે. જાહેરનામાંના ભંગ બદલ કલમ 188 હેઠળ કાર્યવાહી થશે. જાહેરનામું બહાર પાડીને જણાવાયું છે કે, જાહેર સ્થળો કે જાહેર જનતાની અવર-જવર વધુ રહેતી હોય તેવી જગ્યાઓ જેવી કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ સાઇકલ, મોટર સાઇકલ કે ફોર વ્હીલરમાં બોમ્બ જેવી વિસ્ફોટક સામગ્રી ફીટ કરીને બ્લાસ્ટ દ્વારા ભયાવહ કૃત્યને અંજામ આપવામાં આવી શકે છે.

અમદાવાદ શહેરમાં આવેલ પર્યટન સ્થળો, હેરીટેજ સ્થળો, સરકારી કચેરીઓ વગેરે જેવા સ્થળોએ આ પ્રકારના વિસ્ફોટકો દ્વારા હુમલો થઇ શકે છે. સાયકલ કે સ્કુટરની ખરીદી માટે આવનાર ખરીદનાર વ્યક્તિની ઓળખ માટે સાયકલના વેપારી કોઈ માન્યતા  પ્રાપ્ત દસ્તાવેજી પુરાવા જેવા કે રેશનકાર્ડ, ચૂંટણીકાર્ડ જેવા પુરાવા મેળવીને તેની ખરાઇ કરીને સાયકલનું વેચાણ કરે.

સાયકલ વેચનાર વેપારી બિલમાં  સાયકલનો ચેચીસ નંબર, ગ્રાહકનું પુરૂ નામ-સરનામું અને ટેલિફોન નંબર સાથેની વિગત બિલમાં દર્શાવવી અને આ અંગે સ્કુટર કે સાયકલ વેચાણ કરવા અથવા બેટરીથી ચાલતા સ્કુટર કે જેમાં આર.ટી.ઓ.નો પાર્સીંગ નંબર લેવાનો રહેતો નથી તેવા વાહનો વેચનારાઓ પર જાહેર વ્યવસ્થા, શાંતિ, સલામતી અને દેશની સુરક્ષા માટે થોડા નિયમનો અમલમાં મુકવા જરૂરી જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.