Not Set/ નિત્યાનંદ કેસ/ વિદેશમાં ફરાર બે યુવતીઓની શોધખોળ શરૂ,ઈન્ટરપોલને જાણ કરાશે

અમદાવાદના નિત્યાનંદ આશ્રમથી ગુમ થયેલી બે યુવતીઓ ઇન્ટરનેટ પર તેમના વીડિયો વાઇરલ કરી રહી છે, બીજી તરફ તે હજુ સુધી પોલીસ કે કોર્ટની સામે આવી નથી, પોતાના પિતા જનાર્દન શર્મા આશ્રમમાં પાછા લેવા આવ્યાં પછી નિત્યાનંદિતા અને લોપામુદ્રા વિદેશ ભાગી ગઇ હોવાનું જાણવા મળ્યું છે. કેસની તપાસ કરી રહેલી SITને જાણવા મળ્યું છે કે આ […]

Ahmedabad Gujarat
aaaamaha 7 નિત્યાનંદ કેસ/ વિદેશમાં ફરાર બે યુવતીઓની શોધખોળ શરૂ,ઈન્ટરપોલને જાણ કરાશે

અમદાવાદના નિત્યાનંદ આશ્રમથી ગુમ થયેલી બે યુવતીઓ ઇન્ટરનેટ પર તેમના વીડિયો વાઇરલ કરી રહી છે, બીજી તરફ તે હજુ સુધી પોલીસ કે કોર્ટની સામે આવી નથી, પોતાના પિતા જનાર્દન શર્મા આશ્રમમાં પાછા લેવા આવ્યાં પછી નિત્યાનંદિતા અને લોપામુદ્રા વિદેશ ભાગી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.

કેસની તપાસ કરી રહેલી SITને જાણવા મળ્યું છે કે આ બંને નેપાળ બોર્ડરથી વિદેશ ભાગી ગઇ છે, SITની ટીમે CID ક્રાઇમની મદદથી ઇન્ટરપોલને જાણ કરીને બંનેની શોધખોળ માટે મદદ માંગી છે.

SITને મળેલી માહિતી પ્રમાણે ગત 5 નવેમ્બરે બંને બહેનો સોનાલી ચેકપોસ્ટ પરથી નેપાળમાં પ્રવેશી હતી, ત્યાંથી ક્યાં ગઇ છે તેની હજુ સુધી ખબર નથી, તેમનું લોકેશન ટ્રેસ થઇ રહ્યું છે, નિત્યાનંદિતાના સામે આવેલા વીડિયોમાં તેને ભારત આવવાની તૈયારી બતાવી હતી, પરંતુ તેમને કેટલીક શરતો રાખી હતી,

જેને માન્ય રાખવાથી પોલીસે ઇનકાર કરી દીધો હતો, નિત્યાનંદિતાએ વીડિયોમાં નિત્યાનંદ સ્વામીનો બચાવ કરીને પોતાના પિતા પોતાનું અપહરણ કરાવી શકે છે તેમ કહ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.