Not Set/ કોંગ્રેસ ચુંટણી ઢંઢેરો :’અમ્મા’,’અન્નપૂર્ણા’ બાદ હવે ૧૦ રૂ. માં જોવા મળી શકે છે “ઇન્દિરા કેન્ટીન”,જુઓ.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે પ્રચાર-પ્રસારની બાબતે જોવા મળી રહેલા ધમાસાણ વચ્ચે કોંગ્રેશે ચુંટણીને અંતર્ગત પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. આ ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. આ ઘોષણાપત્રમાં ગરીબો માટે ૧૦ રૂ. મા આપવામાં આવી રહેલા ભોજનને લઇ એક નવી યોજના લાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે હવે સત્તા પર આવ્યા બાદ […]

Top Stories
643746 congress manifesto કોંગ્રેસ ચુંટણી ઢંઢેરો :'અમ્મા','અન્નપૂર્ણા' બાદ હવે ૧૦ રૂ. માં જોવા મળી શકે છે "ઇન્દિરા કેન્ટીન",જુઓ.

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં રાજકીય પાર્ટીઓ વચ્ચે પ્રચાર-પ્રસારની બાબતે જોવા મળી રહેલા ધમાસાણ વચ્ચે કોંગ્રેશે ચુંટણીને અંતર્ગત પોતાનું ઘોષણાપત્ર બહાર પાડ્યું છે. આ ચુંટણી ઢંઢેરામાં કોંગ્રેસ દ્વારા અનેક જાહેરાતો કરવામાં આવી છે. આ ઘોષણાપત્રમાં ગરીબો માટે ૧૦ રૂ. મા આપવામાં આવી રહેલા ભોજનને લઇ એક નવી યોજના લાવવાની જાહેરાત કરી છે. કોંગ્રેસે હવે સત્તા પર આવ્યા બાદ ‘અમ્મા’, ‘અન્નપૂર્ણા’ બાદ હવે  “ઇન્દિરા કેન્ટીન” નામની એક યોજના શરુ કરવાની તૈયારી દર્શાવી છે.

મહત્વનું છે કે, સૌ પ્રથમ તમિલનાડુમાં અમ્મા નામની ગરીબો માટે ૧૦ રૂ. મા ભોજન આપવાની યોજના શરુ કરવામાં આવી હતી અને ત્યારબાદ દેશભરના રાજ્યોમાં પણ શરુ કરવામાં આવી છે.

ઉલ્લેખનિય છે કે, સોમવારે કોંગ્રેસ દ્વારા ચુંટણી અંગે એક ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં પાટીદારો માટે એક વિશેષ શ્રેણી રિઝર્વેશન, વિજળી બીલમાં ૫૦ % ની રાહત, પેટ્રોલ-ડીઝલના રેટમાં ૧૦ રૂપિયાનો ધટાડો, રાજ્યભરમાં નોકરીમાં ફિક્સ પગાર પ્રથા બંધ કરવા તેમજ ગુજરાતના ૨૫  લાખ બેરોજગાર યુવાનો માટે ૩૨૦૦૦ હાજર કરોડના પેકેજની જાહેરાતતેમજ દરેક બેરોજગાર યુવાનોને 4000 રૂપિયા ભથ્થું આપવામાં આવશે જેવા અનેક દાવાઓ કરવામાં આવ્યા હતા.