Not Set/ કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત

ખેડૂતોને પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરવાની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે કુતિયાણાના માંડવા ગામેથી ખેડૂતે આત્મહત્યા કરી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે. કુતિયાણાના માંડવા ગામે ખેડૂતે આપઘાત કર્યો છે. માંડવા ગામે રહેતા લખમણ આહીર નામના ખેડૂતે પોતાની વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 30 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા […]

Top Stories Gujarat Others
7y3lspof farmer suicide કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત

ખેડૂતોને પાક નિષ્ફળ જતા આત્મહત્યા કરવાની ઘટનાઓમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. ત્યારે કુતિયાણાના માંડવા ગામેથી ખેડૂતે આત્મહત્યા કરી હોવાની સનસનીખેજ ઘટના સામે આવી છે.

કુતિયાણાના માંડવા ગામે ખેડૂતે આપઘાત કર્યો છે. માંડવા ગામે રહેતા લખમણ આહીર નામના ખેડૂતે પોતાની વાડીએ ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. 30 વીઘા જમીનમાં મગફળીનો પાક નિષ્ફળ જતા પગલું ભર્યું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

farmerssuicideinindia 810x540 e1541240578716 કુતિયાણાના માંડવા ગામે પાક નિષ્ફળ જતા ખેડૂતે કર્યો આપઘાત
mantavyanews.com

ઘટનાની જાણ થતા જ કુતિયાણા મામલતદાર અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. કુતિયાણા તાલુકામાં એક મહિનામાં ખેડૂતના આપઘાતની આ બીજી ઘટના બની છે.