Not Set/ પાલનપુર : રાજસ્થાનના કુખ્યાત બુટલેગરે LCB ટીમ પર કર્યું ફાયરિંગ, હથિયાર કબ્જે

પાલનપુરના થરાદમાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગરે LCB ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ દેશી પિસ્તોલ અને અન્ય હથિયાર કબ્જે કર્યા છે. બનાસકાંઠા LCBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થરાદના બેવટા ગામે LCBની ટીમે બાતમીના આધારે રેડ કરીને બુટલેગરોને ઝડપી પાડવા ગોઠવણ કરી હતી. ત્યારે રાજસ્થાનના કુખ્યાત […]

Top Stories Gujarat Others
13 1541227556 પાલનપુર : રાજસ્થાનના કુખ્યાત બુટલેગરે LCB ટીમ પર કર્યું ફાયરિંગ, હથિયાર કબ્જે

પાલનપુરના થરાદમાં રાજસ્થાનના કુખ્યાત બુટલેગરે LCB ટીમ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી તેમજ દેશી પિસ્તોલ અને અન્ય હથિયાર કબ્જે કર્યા છે. બનાસકાંઠા LCBએ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે થરાદના બેવટા ગામે LCBની ટીમે બાતમીના આધારે રેડ કરીને બુટલેગરોને ઝડપી પાડવા ગોઠવણ કરી હતી. ત્યારે રાજસ્થાનના કુખ્યાત બુટલેગર મફા રબારીએ LCBની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.

પોલીસે મફા રબારી અને તેના સાગરિતની અટકાયત કરી હતી. તેની સાથે મફા રબારી પાસેથી દેશી પિસ્તોલ અને અન્ય હથિયાર કબ્જે કર્યા હતા. બનાસકાંઠા LCBએ વિદેશી દારૂ ભરેલી ગાડી કબ્જે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.