Not Set/ આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી 20 લાખના હીરા અને સોનાની કરી લૂંટ

રાજકોટ, રાજકોટમાં આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી આશરે 20 લાખની કિંમતના હીરા અને સોનાના પાર્સલો ભરેલા થેલાની લુટથી ચકચાર મચી ગઈ છે. શહેરના લીમડા ચોકમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓમાંથી એકને બસમાં ચઢતી વખતે ધક્કો મારીને ચાર શખ્સો હીરા અને સોનાના દાગીનાથી ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા. સોરઠિયા વાડી નજીક પવનપુત્ર ચોકમાં આવેલી […]

Top Stories
rjt આંગડિયા પેઢીના કર્મચારી પર હુમલો કરી 20 લાખના હીરા અને સોનાની કરી લૂંટ

રાજકોટ,

રાજકોટમાં આંગડીયા પેઢીના કર્મચારી પર હુમલો કરી આશરે 20 લાખની કિંમતના હીરા અને સોનાના પાર્સલો ભરેલા થેલાની લુટથી ચકચાર મચી ગઈ છે. શહેરના લીમડા ચોકમાં આંગડિયા પેઢીના બે કર્મચારીઓમાંથી એકને બસમાં ચઢતી વખતે ધક્કો મારીને ચાર શખ્સો હીરા અને સોનાના દાગીનાથી ભરેલો થેલો લૂંટીને ફરાર થઈ ગયા હતા.

સોરઠિયા વાડી નજીક પવનપુત્ર ચોકમાં આવેલી અક્ષર આંગડિયા પેઢીના બે કર્મચારીઓ બાબુજી ઠાકોર અને હરેશકુમાર પટેલ સુરત મોકલવાનો રૂપિયા 20 લાખનો મુદ્દામાલ લઈને લીમડા ચોક પહોંચ્યા હતા. બાબુજી ઠાકોર હાથમાં થેલો લઈને શાસ્ત્રી મેદાનમાં પટેલ ટ્રાવેલ્સની બસમાં જવા રવાના થયો હતો જ્યારે હરેશકુમાર પટેલ ટિકિટ લેવા માટે ટ્રાવેલ્સની ઓફિસમાં ગયો હતો. બાબુજી ઠાકોર રૂપિયા 20 લાખથી વધુની મત્તા ભરેલા થેલા સાથે બસમાં ચઢી રહ્યો હતો ત્યારે જ અંદાજે દસેક વાગ્યાની આસપાસ બાબુજીને પાછળથી કોઈએ ધક્કો મારતા તે પડી ગયો હતો અને આંખમાં ઈજા થઈ હતી. હાથમાં રહેલો થેલો પણ પડી ગયો હતો.

લૂંટની આ ઘટના સંદર્ભે સૌપ્રથમ પેઢીના માલિક નટવરસિંહ સોલંકીને જાણ કરાયા બાદ પોલીસ કન્ટ્રોલ રૂમને વાકેફ કરવામાં આવતા ડીસીપી બલરાજ મીના, એસીપી રાઠોડ, એ-ડિવિઝનના પી.આઈ. વી.વી. ઓડેદરા, તેમજ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ કે.કે. જાડેજા અને ધાંધલિયા સહિતનો સ્ટાફ લીમડા ચોક દોડી ગયો હતો અને બાબુજી ઠાકોર તેમજ હરેશકુમાર પટેલની પ્રાથમિક પૂછપરછ કરી લૂંટની ઘટના કેવી રીતે બની તે સહિતની વિગતો મેળવીને આરોપીઓને શોધવાની દિશામાં તપાસ શરુ કરી હતી.