Not Set/ રાજકોટ: PUBG ગેમ રમતાં પોલીસે 6 લોકોની કરી ધરપકડ

રાજકોટ, રાજ્યભરમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે રાજકોટમાં પબજી ગેમ રમતાં 4 કિશોરો ઝડપાયા છે. એક દિવસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. રાજ્યમાં ગેમ રમતાં ધરપકડની પ્રથમ ઘટના છે. જેમાં પોલીસે 7500 રૂપિયાના 4 મોબાઇલ ફોન કબ્જે લીધા. ઉલ્લેખનીય છે કે કોલેજ પાસે હાથ ધરેલા ચેકિંગ હાથ ધરાયુ હતુ. જેમાં ચેકિંગ દરમિયાન […]

Top Stories Gujarat Rajkot
mantavya 271 રાજકોટ: PUBG ગેમ રમતાં પોલીસે 6 લોકોની કરી ધરપકડ

રાજકોટ,

રાજ્યભરમાં પબજી ગેમ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે રાજકોટમાં પબજી ગેમ રમતાં 4 કિશોરો ઝડપાયા છે. એક દિવસમાં પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે.

રાજ્યમાં ગેમ રમતાં ધરપકડની પ્રથમ ઘટના છે. જેમાં પોલીસે 7500 રૂપિયાના 4 મોબાઇલ ફોન કબ્જે લીધા. ઉલ્લેખનીય છે કે કોલેજ પાસે હાથ ધરેલા ચેકિંગ હાથ ધરાયુ હતુ.

જેમાં ચેકિંગ દરમિયાન પબજી ગેઈમ રમતાં મુળ જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા નિલ કિરીટ અઘેરા,તથા મુળ જામખંભાળિયાના યોગેશ્વરનગર, મધુરમ સોસાયટીના વતની સહિતના લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પબજી ગેમથી બાળકો અને યુવાનોમાં હિંસક વૃત્તિનું પ્રમાણ વધતું હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જ્યારે પબજી ગેમ અંગે બાળકો વધુ રસ દાખવતાં હોવાથી તેની અસર બાળકોના અભ્યાસ પર પણ પડી રહી છે.

પબજી ગેમની લતના કારણે અકસ્માતોની ઘટના અવારનવાર સામે આવી રહી છે.પબજી ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે.

આ અંગે વાલીઓ પણ બાળકોના અભ્યાસને લઇને ચિંતીત છે, ત્યારે રાજકોટ પોલીસ કમિશન દ્વારા બાળકોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. 09 માર્ચથી જાહેરનામાનું અમલ શરૂ થયું છે.