Not Set/ રાજકોટ : બાલકૃષ્ણ સ્પીનિંગ મિલમાં ભડકી આગ, 8 કરોડથી વધુનું નુકસાનનું અનુમાન

રાજકોટ રાજકોટના સણોસરા ગામમાં આવેલી બાલકૃષ્ણ સ્પીનિંગ મિલમાં આગ ભડકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. ત્યારે મોડી રાત્રે લાગેલી આગ પર અત્યારે કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, […]

Gujarat
aag રાજકોટ : બાલકૃષ્ણ સ્પીનિંગ મિલમાં ભડકી આગ, 8 કરોડથી વધુનું નુકસાનનું અનુમાન

રાજકોટ

રાજકોટના સણોસરા ગામમાં આવેલી બાલકૃષ્ણ સ્પીનિંગ મિલમાં આગ ભડકી હતી. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

ત્યારે મોડી રાત્રે લાગેલી આગ પર અત્યારે કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, આગ લાગવાનું કારણ અકબંધ છે. જ્યારે આગના કારણે 8 કરોડથી વધુનું નુકસાનનું થયું હોવાનું અનુમાન કાઢવામાં આવી રહ્યું છે.