Not Set/ જેતપુર મગફળી કૌભાંડ મામલો: પરેશ ધાનાણી પેઢલા ગામે ગોડાઉન બહાર બેઠા ધરણા પર

જેતપુર જેતપુરમાં મગફળી કાંડ મામલે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી જેતપુર પહોંચ્યા છે. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજે જેતપુર ખાતે ધરણા પર ઉતર્યા છે અને આજે પેઢલાના નાફેડના ગોડાઉન ખાતે ધરણા કરવામાં આવ્યા છે. ત્યારે પરેશ ધાનાણી સહિતા લલિત વસોયા પણ પેઢલા પહોંચ્યા અને પેઢલા ગાંવ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ […]

Top Stories Rajkot Gujarat Trending
paresh dhanani જેતપુર મગફળી કૌભાંડ મામલો: પરેશ ધાનાણી પેઢલા ગામે ગોડાઉન બહાર બેઠા ધરણા પર

જેતપુર

જેતપુરમાં મગફળી કાંડ મામલે વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી જેતપુર પહોંચ્યા છે. વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી આજે જેતપુર ખાતે ધરણા પર ઉતર્યા છે અને આજે પેઢલાના નાફેડના ગોડાઉન ખાતે ધરણા કરવામાં આવ્યા છે.

ત્યારે પરેશ ધાનાણી સહિતા લલિત વસોયા પણ પેઢલા પહોંચ્યા અને પેઢલા ગાંવ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. આ દરમિયાન વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ હતુ કે મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો.

ટેકાના ભાવે મગફળી ખરીદવાનું સરકારે તરકટ રચ્યું છે. 3500 કરોડનું મગફળી કૌભાંડ આચરાયું છે અને ભાજપ શાસનમાં સમસ્યાઓમાં પણ વધારો થયો છે અને સરકાર સમાધાન પણ કરતી નથી.

ઉલ્લેખનીય છે કે, મગફળીમાંથી માટી નીકળવાના મામલે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે હવે 4 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતુ.

જે મંડળી પાસેથી મગફળી ખરીદવામાં આવી હતી તે મંડળીના સભ્યોની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરાઈ છે. હવે પરેશ ધાનાણી આ મગફળીના કૌભાંડ મામલે ધરણા પર ઉતર્યા છે.