Not Set/ મહિલા પીએસઆઇના પ્રેમમાં પાગલ પત્રકાર પ્રેમીએ હાથ ગળા પર માર્યા છરીના ઘા

રાજકોટ, રાજકોટમાં મહિલા પોલિસ સબ ઇન્સપેક્ટરના ઘરમાં ઘુસી તેના પ્રેમીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીએ મહિલા પીએસઆઇના ઘરમાં ઘૂસીને પોતાના હાથ ગળામાં અને હાથમાં છરીના ઘા માર્યા હતા, જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રેમીની  ધરપકડ કરી હતી. એટલું જ નહીં પ્રેમીએ મહિલા પીએસઆઇને તેમના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પ્રેમીએ હાથ અને ગળા પર છરીના ઘા મારતા મહિલા પીએસઆઇએ બચાવવા જતા તેને પણ ઇજા પહોચી હતી. હાલ તાલુકા […]

Gujarat Rajkot
aaaw 8 મહિલા પીએસઆઇના પ્રેમમાં પાગલ પત્રકાર પ્રેમીએ હાથ ગળા પર માર્યા છરીના ઘા

રાજકોટ,

રાજકોટમાં મહિલા પોલિસ સબ ઇન્સપેક્ટરના ઘરમાં ઘુસી તેના પ્રેમીએ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રેમીએ મહિલા પીએસઆઇના ઘરમાં ઘૂસીને પોતાના હાથ ગળામાં અને હાથમાં છરીના ઘા માર્યા હતા, જો કે પોલીસ ઘટના સ્થળે પહોંચીને પ્રેમીની  ધરપકડ કરી હતી. એટલું જ નહીં પ્રેમીએ મહિલા પીએસઆઇને તેમના ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપી હતી. પ્રેમીએ હાથ અને ગળા પર છરીના ઘા મારતા મહિલા પીએસઆઇએ બચાવવા જતા તેને પણ ઇજા પહોચી હતી. હાલ તાલુકા પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સૂરતનો પત્રકાર ઇઝરાયલ ઇબ્રાહિમ શેખ છેલ્લા બે વર્ષથી મોબાઈલ પર રાજકોટમાં ફરજ બજાવતી મહિલા પીએસઆઇને કોલ અને મેસેજ કરી કનડગત કરતો હતો. મહિલાએ શેખના ફોન ઉપાડવાનું બંધ કરી દેતા ગઈકાલે રાત્રે છરી લઈ ઘરે આરોપી મહિલા પીએસઆઇના ઘરે પહોંચ્યો હતો અને મારા ફોન કેમ ઉપાડતી નથી કહીને હોબાળો મચાવ્યો હતો. બાદમાં છરી નીકળીને પોતાના હાથ અને ગળામાં છરી મારી હતી.

ખાસ વાતએ છે કે આરોપી ત્રણ બાળકોનો પિતા છે અને સુરતનો પત્રકાર છે. આ બંનેની મુલાકાત કોઈ  સમાચારને લઈને થઇ હતી ત્યાર બાદ ધીમે ધીમે ઓળખ થઇ હતી. ત્યારથી જ વારંવાર ફોન કરી સંબંધ રાખવા દબાણ કરતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

તપાસનીશ અધિકારી પીઆઇ.વીએએ.વણઝારાએ જણાવ્યું હતું કે, ફરિયાદી મહિલા પીએસઆઇ પોતાની ઓળખ જાહેર કરવા માંગતા નથી. પરંતુ સમગ્ર મામલો એકતરફી પ્રેમનો જણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.