Breaking News/ રાજકોટ TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનનુ અગ્નિકાંડમાં મોત, DNA ટેસ્ટમાં થયા મેચ

પ્રકાશ હિરન ઉર્ફ પ્રકાશ જૈન ગેમ ઝોનમાં જ હાજર હતો અને પોલીસ સતત તેને શોધી રહી હતી, પરંતુ હાલ જાણવા મળી રહ્યું છે કે, પ્રકાશ જૈનના DAN મેચ થઇ ગયા છે. જે મૃતદેહના DAN ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં પ્રકાશ જૈનના DAN મેચ થઇ ગયા.

Top Stories Rajkot Gujarat Trending Breaking News
YouTube Thumbnail 2024 05 28T203213.615 રાજકોટ TRP ગેમ ઝોનના ભાગીદાર પ્રકાશ જૈનનુ અગ્નિકાંડમાં મોત, DNA ટેસ્ટમાં થયા મેચ

Rajkot News: રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 28 લોકોનાં મૃત્યુ થયાં છે અને કેટલાક લોકો હજુ પણ લાપતા છે. ત્યારે આ અગ્નિકાંડ બાદથી જ પ્રકાશ જૈનનું નામ સતત ચર્ચામાં છે. જે TRP ગેમ ઝોનનો ભાગીદાર હતો. એવું કહેવામાં અવી રહ્યું હતું કે જયારે આગ લાગી ત્યારે પ્રકાશ હિરન ઉર્ફ પ્રકાશ જૈન ગેમ ઝોનમાં જ હાજર હતો અને પોલીસ સતત તેને શોધી રહી હતી, પરંતુ હાલ જાણવા મળી રહ્યું છે કે, પ્રકાશ જૈનના DAN મેચ થઇ ગયા છે. જે મૃતદેહના DAN ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં પ્રકાશ જૈનના DAN મેચ થઇ ગયા.

જણાવી દઈએ કે, આમ તો FIRમાં સૌથી પહેલું નામ ધવલ ઠક્કરનું છે પરંતું એવું માનવામા આવી રહ્યું છે કે ધવલ ઠક્કરની ભૂમિકા નામ માત્ર પૂરતી છે. સૌરાષ્ટ્રનું સૌથી મોટું ગેમ ઝોન બનાવવા પાછળનો વિચાર, તેનો માસ્ટર માઈન્ડ પ્રકાશ હિરન ઉર્ફ પ્રકાશ જૈન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

નોંધનીય છે કે રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલો અત્યારે મીડિયાની હેડલાઈન બન્યો છે. આ ઘટના ગત અઠવાડિયે શનિવારનો રોજ બનવા પામી હતી. જેમાં 28 જેટલા લોકો બળીને ખાખ થઈ ગયા. ગેમઝોન અગ્નિકાંડ ઘટનામાં સૌ પ્રથમ વખત એવું બન્યું છે કે વધુ મૃતકોની DNA ટેસ્ટથી ઓળખ કરવામાં આવશે. ગેમઝોનમાં આગની ઘટનામાં લોકો એટલી હદે બળી ગયા છે તેમને ઓળખવા મુશ્કેલ બન્યા છે. આથી મૃતદેહને ઓળખવા DNAની મદદ લેવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટલે આ ગેમઝોનના દુર્ઘટના સ્થળની તત્કાલ મુલાકાત લીધી હતી. જેના બાદ જવાબદારોને છોડવામાં આવશે નહિ અને કડક પગલાં લેવાશે તેવા આદેશ આપ્યા હતા. આ ગેમઝોન મંજૂરી વગર શરૂ કરાયો હોવાનું સામે આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો. આ ઘટનામાં રાજ્ય સરકાર પોલીસ, મહાનગરપાલિકા અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ સામે સખત કાર્યવાહી કરતા સસ્પેન્ડ અને બદલીના આદેશ આપ્યા છે.

જણાવી દઈએ કે રાજ્ય સરકારે રાજકોટ અગ્નિકાંડ મામલે સરાહનીય પગલું લીધું છે. રાજ્ય સરકારે પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશ્નર આનંદ પટેલ સહિત જોઈન્ટ કમિશ્નર અને ડીસીપીની બદલીઓ કરી છે. આ સાથે રાજ્યમાં હોબાળો મચાવનાર TRP ગેમઝોન અગ્નિકાંડની તપાસ મામલે SITની રચના કરવામાં આવી છે. હત્યાકાંડમાં મૃતકોને ન્યાય અને દોષિતોને સજા મળે માટે ગુજરાત હાઈકોર્ટમાં તત્કાળ સુનાવણી હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ