Gujarat/ રાજ્યસભામાં ચૂંટાયેલા ગુજરાતના બે સાસંદોએ લીધા આ ભાષામાં શપથ, જાણીને તમને..

ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ખાલી પડેલી બે બેઠકો પર ભાજપના દિનેશ અનાવાડીયા અને રામભાઈ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે સોમવારે શપથ લીધા હતા.

Top Stories Gujarat Others
khurkha 12 રાજ્યસભામાં ચૂંટાયેલા ગુજરાતના બે સાસંદોએ લીધા આ ભાષામાં શપથ, જાણીને તમને..

ગુજરાતમાંથી રાજ્યસભામાંથી ખાલી પડેલી બે બેઠકો પર ભાજપના દિનેશ અનાવાડીયા અને રામભાઈ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે સોમવારે શપથ લીધા હતા. જો કે આ બંને સાંસદોએ અલગ અલગ ભાષામાં શપથ લીધા હતા, તે જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો.

રાજ્યસભામાં દિનેશ અનાવડિયાએ રાજ્યસભા સાંસદ તરીકે સંસ્કૃત ભાષામાં શપથ લીધા હતા, જયારે બીજા સાંસદ રામભાઇ મોકરીયાએ રાજયસભાના સાંસદ તરીકે હિંદી ભાષામાં શપથ લીધા હતા.

આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના સાંસદ અહેમદ પટેલ અને ભાજપના અજય ભારદ્વાજના નિધન બાદ ગુજરાતમાં રાજયસભાની બે બેઠકો ખાલી પડી હતી, ત્યારબાદ ખાલી પડેલી બે બેઠકો પર ભાજપનાં બંને ઉમેદવારો રામભાઈ મોકરીયા અને દિનેશભાઈ અનાવડિયા ઉર્ફે દિનેશ પ્રજાપતિ બિનહરીફ ચૂંટાયા હતા.

આ સાથે જ હવે અજય ભારદ્વાજના સ્થાને આવેલા રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયેલા રામભાઈ મોકરીયાની મુદત પણ 2026ના જુલાઈમાં પૂરી થશે, જયારે અહમદ પટેલના સ્થાને આવેલા દિનેશ અનાવડિયાની મુદત પણ 2023ના ઓગસ્ટ મહિનામાં પૂરી થશે તેથી દિનેશ અનાવડિયા પણ 2023ના ઓગસ્ટ મહિનામાં નિવૃત્ત થશે.