Not Set/ સાબરડેરીના નિયામક મંડળની યોજાઇ ચૂંટણી,16 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા હતા

સાબરકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોની જીવીદોરી સમાન સીબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઇ હતી. છેલ્લા સવા વર્ષથી ડેરીની ચૂંટણી વિવાદમાં હતી. પરંતુ સાબરકાંઠા જિલ્લાના સહકારી આગેવાનોએ સમાધાન સાધતા ચૂંટણી યોજવાનો નિર્ણય આવ્યો હતો. સાબરડેરી ના ૧૬ ડિરેકટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી ૧૧૭ ઉમેદવારોએ ઉમેદવારી […]

Top Stories Gujarat Others
mantavya 297 સાબરડેરીના નિયામક મંડળની યોજાઇ ચૂંટણી,16 ઝોનમાંથી 12 ઝોન બિનહરીફ થયા હતા

સાબરકાંઠા,

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 4 લાખ જેટલા પશુપાલકોની જીવીદોરી સમાન સીબરડેરીના નિયામક મંડળની ચૂંટણી યોજાઇ હતી. છેલ્લા સવા વર્ષથી ડેરીની ચૂંટણી વિવાદમાં હતી. પરંતુ સાબરકાંઠા જિલ્લાના સહકારી આગેવાનોએ સમાધાન સાધતા ચૂંટણી યોજવાનો નિર્ણય આવ્યો હતો.

સાબરડેરી ના ૧૬ ડિરેકટરો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા માંથી ૧૧૭ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાંથી ૩૫ ઉમેદવારી પત્રો રદ થયા હતા ત્યારે બાદ ૬૪ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. એટલે સાબરડેરી ચૂંટણી ના ૧૬ જોન માંથી ૧૨ જોન બિનહરીફ થયા હતા.

ત્યારે ચાર જોન માટે ૧૦ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ છે, જેમાં હિંમતનગર-૨,પ્રાંતીજ,તલોદ અને માલપુર જોન માટે ચૂંટણી યોજાઈ છે, જેમાં ઉમેદવારો એ બે પેનલ બનાવી ચૂંટણી લડી રહ્યા છે. તેઓનું ભાવિ મતદાન પેટીમાં સિલ થયું છે અને આવતી કાલે મતગણતરી હોઈ આગામી ડિરેકટરનું ભાવિ ખુલશે.