Not Set/ શિયાળાની ઠંડી પૂર્વે રાજકીય ગરમાવો, 5મી ડિસેમ્બરના રોજ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવાની હાર્દિકની જાહેરાત

સૌરાષ્ટ્ર, જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પહેલા પાસ નેતા હાર્દિક પટેલ ધોરાજીમાં બેઠક યોજી. બેઠકમાં સૌરાષ્ટ્ર જોનના પાસ કન્વિનરો, મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા સહિતના પાસના કાર્યકરો હાજર રહ્યા હતા અને અલ્પેશ કથેરીયાને જેલમુક્ત કરવામાં આવે ,પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોનો દેવા સરકાર માફ કરે તે અંગે ચર્ચા કરી હતી. હાર્દિક પટેલે સૌરાષ્ટના તમામ પાટીદાર સમાજના લોકોને […]

Top Stories Gujarat Others
mantavya 259 શિયાળાની ઠંડી પૂર્વે રાજકીય ગરમાવો, 5મી ડિસેમ્બરના રોજ ધાનાણીના ઘરનો ઘેરાવ કરવાની હાર્દિકની જાહેરાત

સૌરાષ્ટ્ર,

જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં પહેલા પાસ નેતા હાર્દિક પટેલ ધોરાજીમાં બેઠક યોજી. બેઠકમાં સૌરાષ્ટ્ર જોનના પાસ કન્વિનરો, મનોજ પનારા, ગોપાલ ઇટાલિયા સહિતના પાસના કાર્યકરો હાજર રહ્યા હતા અને અલ્પેશ કથેરીયાને જેલમુક્ત કરવામાં આવે ,પાટીદાર સમાજને અનામત મળે અને ખેડૂતોનો દેવા સરકાર માફ કરે તે અંગે ચર્ચા કરી હતી.

હાર્દિક પટેલે સૌરાષ્ટના તમામ પાટીદાર સમાજના લોકોને એક થઇને લડાઇ લડીએ તેવી અપીલ કરી હતી. તેમજ આવનારા દિવસોમાં હાર્દિક પટેલ દ્વારા આ મુખ્ય ત્રણ મુદ્દાઓને લઇને રણનિતી ઘડશે અને પાટીદાર સમાજના લોકો એક થઇને સરકાર સામે બાંયો ચડાવશે.

હાર્દિક પટેલે જાહેરાત કરી હતી કે આગામી પાંચમી ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલ તેમજ પાટીદાર સમાજના યુવકો વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ઘરનો ઘેરાવ કરશે.

ઘેરાવ કરીને પાટીદાર સમાજને અનામત માટે ખાનગી બીલ લાવવાની માંગણી કરવામાં આવશે. એટલું જ નહીં 6ઠ્ઠી ડિસેમ્બરના રોજ પાટીદાર સમાજના વિવિધ આગેવાનોના ઘરનો પણ ઘેરાવ કરવામાં આવશે.

પાટીદાર આગેવાનોને અનામત મુદ્દે તેમનું શું માનવું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવશે.  રાજદ્રોહ મામલે જેલમાં બંધ અલ્પેશ કથીરિયાની મુક્તિ માટે પણ જાન્યુઆરીમાં આંદોલન ચલાવવામાં આવશે. પાટીદાર સમાજની બહુમતી હોય તેવા તાલુકાઓમાં પગપાળા યાત્રા કાઢવામાં આવશે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આજરોજ પાસની બેઠક યોજાઇ હતી અને અનામત માટે રણનીતિ ઘડાઈ હતી, હાર્દિક પટેલ અને સૌરાષ્ટ્રનાં તમામ જીલ્લાના તાલુકાના પાસ કન્વીનરો બેઠકમાં હાજર રહયાં હતાં.