Not Set/ અમદાવાદ- સ્કૂલોમાં ફી વધારા મામલો, સંચાલકોની મનમાની યથાવત

છેલ્લા કેટલાક સમયથી ફી મુદ્દે શાળા સંચાલકો અને વાલી વચ્ચે ઘણા ઘર્ષણ થયા કરે છે એવું લાગી રહ્યું હતું કે એફઆરસી બાદ લાગી રહ્યું હતું કે સ્કૂલ સંચાલકોની મનમાની ચાલશે નહીં અને આ મામલો વાલીઓને કંઈક અંશે રાહત થશે. જો કે એફઆરસી બાદ ખાનગી શાળાઓને જાણે કે ખુલ્લી છુટ મળી હોય તેવું લાગી રહ્યું છે. […]

Ahmedabad Top Stories Gujarat
63636860 અમદાવાદ- સ્કૂલોમાં ફી વધારા મામલો, સંચાલકોની મનમાની યથાવત

છેલ્લા કેટલાક સમયથી ફી મુદ્દે શાળા સંચાલકો અને વાલી વચ્ચે ઘણા ઘર્ષણ થયા કરે છે એવું લાગી રહ્યું હતું કે એફઆરસી બાદ લાગી રહ્યું હતું કે સ્કૂલ સંચાલકોની મનમાની ચાલશે નહીં અને આ મામલો વાલીઓને કંઈક અંશે રાહત થશે.

જો કે એફઆરસી બાદ ખાનગી શાળાઓને જાણે કે ખુલ્લી છુટ મળી હોય તેવું લાગી રહ્યું છે. સ્કૂલ સંચાલકો અને સરકારની મિલી ભગતથી સંચાલકો કોઈને ગાંઠતા નથી. ફી કમિટી દ્વારા જે ફી નક્કી કરવામાં આવી છે ત્યારબાદ તો સરકાર પર પણ એક સવાલ ઉઠે છે.

ફી કમિટીએ 15 હજારથી દોઢ લાખ સુધીની ફી નક્કી કરી છે. જે જોતા તો એમ લાગે છે કે વાલીઓ સાથે સરકાર કે સ્કૂલ સંચાલકો નથી.

અમદાવાદની સ્કૂલોની ફી

ફી કમિટીએ અમદાવાદ શહેરની ૬૧ સ્કૂલોની ફી નક્કી

રિવર સાઈડ સ્કૂલની ફી દોઢ લાખ

૬૧ સ્કૂલોની રૂ. ૧૫ હજારથી લઈને રૂ. દોઢ લાખ સુધીની ફી નક્કી

આનંદનિકેતન સ્કૂલની રૂ. ૬૫ હજાર સુધીની ફી મંજૂર

એચ.બી.કાપડિયા :- ૨૮ હજારથી ૩૫ હજાર

દિવ્યપથ સ્કુલ, મેમનગર  :- ૪૦,૦૦૦

આનંદ ગ્લોબલ, સેટેલાઈટ :- ૧૫,૦૦૦

આનંદ નિકેતન સ્કુલ, ભાડજ :- ૩૪ હજાર થી ૬૫ હજાર

એરપોર્ટ સ્કુલ ૧૬,૮૦૦ થી ૨૨,૪૦૦

શેઠ સી.એન. વિદ્યાલય, આંબાવાડી ૧૬,૫૦૦

આર.એચ. કાપડિયા સેટેલાઈટ  ૨૪,૦૦૦ થી 30,000