સરકાર સહકાર આપો/ ડીજીટલ અને અપડેટેડ ઈન્ડિયામાં ગુજરાત રાજ્ય સરકારનું વેબપોર્ટલ જ આઉટડેટેડ

વિશ્વ ભરમાં ગુજરાત સરકારનું વેબપોર્ટલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે મીડિયા વિભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જ ફોટા જોવા મળી રહ્યા છે અને અન્ય માહિતી પણ જૂની છે.

Gujarat Mantavya Exclusive
ગુજરાત રાજ્ય પોર્ટલ

વર્તમાન ભારત અને ગુજરાત સરકારનાં દાવાઓ તેમજ જાહેરાતો અનુસાર ડિજિટલ ઈન્ડિયા, મેક ઇન ઈન્ડિયા અને  ઓનલાઈન એજ્યુકેશનને ખૂબ જ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે પરંતુ ગુજરાત રાજ્ય સરકારનાં આધિકારીક વેબ પોર્ટલમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે એટલે કે રાજય સરકારનું વેબ પોર્ટલ જ નિયમિત રીતે અપડેટ થતું નથી. ‘મંતવ્ય ન્યૂઝ’ દ્દવારા ગુજરાત રાજ્ય સરકારનું આધિકારીક વેબ પોર્ટલ https://gujaratindia.gov.in/ ની જ્યારે વિઝીટ કરવામાં આવી ત્યારે તેમાં છ મહિના પહેલાનું એટલેકે છેલ્લું અપડેટ જાન્યુઆરીમાં થયું હોવાનું જોવા મળ્યું છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન થયાને આઠ આઠ વર્ષ વીતી ગયા છે પણ આ પોર્ટલ હજુ તેમને ગુજરાતનાં મુખ્યમંત્રી જ ગણે છે અને સચિવાલયમાં બેઠેલા કેટલાક લોકો જાણે એ બાબત સ્વીકારવા તૈયાર હોય નહિ તે રીતે હાલ પણ વેબસાઈટમાં કેટલીક જગ્મુયાએ મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીનું નામ જ દેખાય રહ્યું છે. એક તરફ ઓનલાઈન અને ડીજીટલાઈઝેશનનાં બંગણા ફૂંકાઈ રહ્યાં છે, વૈશ્વિક સ્તરે લોકોને ગુજરાતમાં બિઝનેસ કરવા માટે આમાંત્રણ આપવામાં આવી રહ્યું છે અને બીજી તરફ ગુજરાત સરકારની વેબસાઈટમાં નવી નીતિઓ કે ગુજરાતની રીતિઓ અપડેટ કરવામાં આવી રહી નથી. વિશ્વ ભરમાં ગુજરાત સરકારનું વેબપોર્ટલ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે ત્યારે મીડિયા વિભાગમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં જ ફોટા જોવા મળી રહ્યા છે અને વર્તમાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ માત્ર વિડીયો પુરતા સીમિત બની ગયા છે. ગુજરાત સરકારનાં વેબપોર્ટલ પર વર્ષો જૂની યોજનાઓ વિષે માહિતી મળે છે  પરંતુ નવી માહિતી કેવી રીતે મેળવવી તે પ્રશ્ન બની જાય છે. કેટલીક માહિતી તો ભ્રમણા ઉભી કરે છે. જયારે કોઈ વિદ્યાર્થી નવું વાંચન કરવા માટે, નવું શીખવા માટે આ પોર્ટલની વિઝીટ કરે તો તે ચોક્કસપણે જૂની માહિતી મેળવીને ભ્રમિત થશે ત્યારે વિદ્યાર્થીઓને ખોટી માહિતી આપવા માટે ગુજરાત સરકાર જવાબદાર બનશે. રાજ્ય સરકારનાં મુખ્ય પોર્ટલની આવી સ્થિતિ હોય, આટલી અનિયમિતતા હોય તો અન્ય વિભાગની સ્થિતિ શું હશે તે કલ્પના કરી શકાય છે ; મંતવ્ય તેના વાંચકો માટે ભવિષ્યમાં અન્ય વિભાગોની વેબસાઈટની વિઝીટ કરીને સાચી હકીકત ઉપલબ્ધ કરાવશે. હાલ તો રાજ્ય સરકારનું વેબપોર્ટલ અપડેશનમાં કેટલું અનિયમિત છે એ સાબિત સહીત જૂઓ.

gujarat state portal
સમાચારનું છેલ્લું અપડેટ 31-1-2022નાં રોજ કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી બાદ છેલ્લા છ મહિનાથી ગુજરાતી રાજ્ય સરકારના પોર્ટલમાં મીડિયા વિભાગમાં કોઈ અપડેશન નથી.
gujarat state portal
ગુજરાત રાજ્યના સમાચાર પર ક્લિક કરતા માત્ર ટેક્સ દેખાય છે. કોઈ સમાચાર બરાબર રીતે વાંચી શકાતા નથી.
gujarat state portal
ગુજરાત રાજ્યના સમાચાર પર ક્લિક કરતા માત્ર ટેક્સ દેખાય છે. કોઈ સમાચાર બરાબર રીતે વાંચી શકાતા નથી.
gujarat state portal
આર્ટીકલમાં તારીખ લખવામાં આવતી નથી. જેથી ક્યાં સમાચાર કઈ તારીખ અને ક્યાં વર્ષનાં છે તેની ખબર પડતી નથી.
gujarat state portal
તત્કાલીન મુખ્યમંત્રી નથી લખ્યું. જેથી નવો વાચક કે વિદ્યાર્થીઓને ખોટી માહિતી મળશે. વર્તમાન મુખ્ય મંત્રીનો ઉલ્લેખ નથી.
gujarat state portal
ગુજરાતને વૈશ્વિક સ્તરે રજૂ કરતા રાજ્યસરકારનાં વેબપોર્ટલમાં ગુજરાત વિશે સચોટ અને આધારભૂત માહિતીનાં બદલે ઉભળક માહિતી આપવામાં આવી છે.
gujarat state portal
ગુજરાતનાં મુખ્ય શહેરો અને સ્થળોની યાદી આપી છે. જેમાં વિવિધ જીલ્લાઓના અને જોવાલાયક સ્થળોના નામ આપવામાં આવ્યાં છે. જે નામો ક્લિક થાય છે પરંતુ તેની વિગત મળતી નથી અને એરર આવી જાય છે.
gujarat state portal
લાયબ્રેરી વિશે અધુરી માહિતી આપી છે. 2008 પછી કેટલા પુસ્તકો ઇસ્યુ કરવામાં આવ્યાં તેની વિગતો આપવામાં આવી નથી.
gujarat state portal
ગુજરાતનાં મેગેઝીનની લીંક આપેલી છે. જે ક્લિક કરતા એરર આવે છે.
gujarat state portal
ગુજરાતને મળેલા એવોર્ડની વિગતો પણ માર્યાદિત છે. જે ગુજરાતનું ગૌરવ અને સન્માન કહી શકાય તેની વિગત પણ અધુરી.
gujarat state portal
ફોટો ગેલેરી : મુખ્યમંત્રી વિજય રૂપાણી હતા ત્યારનાં ફોટા છે. એ પછીના કોઈ અપડેટ નથી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો એક પણ ફોટો નથી.
gujarat state portal
માહિતી જૂની જ છે જયારે નવી અપડેટેડ માહિતીની વધુ જરૂર હોય છે.
gujarat state portal
રોકાણની તક વિષે વાત કરવામાં આવી છે જેમાં ક્યાય પણ વર્તમાન ગુજરાતની માહિતી મળતી નથી.
gujarat state portal
આગામી દસ વર્ષના ગોલ લખેલા છે પરંતુ હાલમાં ગુજરાતની સ્થિતિની કોઈ વાત કરવામાં આવી નથી.
gujarat state portal
રોકાણનાં ક્ષેત્ર વિભાગમાં પણ માહિતી 2009ની છે.
gujarat state portal
પેજ ઉપર પણ વર્ષ 2009ની જૂની વાતો જ છે. ગુજરાતના ગર્વ સમાન ગીફ્ટસિટીનો પણ ઉલ્લેખ નહિ.
gujarat state portal
નવી યોજનાઓ કે નવી બાબતોનું કોઈ અપડેશન નથી. 2009ની જ વાત છે.
gujarat state portal
ગ્લોબલ વોર્મિંગ-કલાયમેટ ચેન્જ માટે પહેલ પેજ ઉપર પણ 2009 બાદ કાઈ અપડેટ થયેલું નથી. દરેક માહિતી અને આંકડાઓ દસ દસ વર્ષ જૂના છે.
gujarat state portal
કૃષિ વિષયક યોજનાઓ અને પહેલ વાળા પેજ ઉપર વિવિધ વિભાગોની એકેય લીંક ઓપન થતી નથી. 2001 અને 2009નાં આંકડાઓ છે.
gujarat state portal
શૈક્ષણિક કાર્યક્રમો અને પહેલ ટાઈટલ વાળા પેજમાં માત્ર યોજનાની શરૂઆતની માહિતી છે. છેલ્લા કેટલાક વર્ષોથી કાઈ અપડેશન કરવામાં આવ્યું જ નથી.
gujarat state portal
વિવિધ યોજનામાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ લખ્યું છે. આ પેજ પણ ઘણા સમયથી અપડેટ કરવામાં આવ્યું નથી. સ્વાગત ઓનલાઈન પેજ ઉપર આપેલ લીંક ઉપર ક્લિક કરતા એરર જ આવે છે.
gujarat state portal
ગુજરાતનાં કેટલાક પ્રખ્યાત સ્મારકો ફોટા સાથે આપવામાં આવ્યાં છે પરંતુ તેમાં દરેકનાં ફોટા નથી.

આ પણ વાંચો : પાકિસ્તાની હુનરે ભારતને અપનાવી લીધું હવે વારો છે ભારત સરકાર આ હુનરને આપે પ્લેટફોર્મ