Not Set/ બુટલેગરો બેફામ બન્યાનો વધુ એક વિડિયો વાઇરલ, વીડિયો ઉતારી રહેલ યુવકને બુટલેગરે આપી ધમકી

સુરત, સુરતમાં બુટલેગરો બેફામ થઇ ગયા છે અને ખુલ્લેઆમ દેશી દારૂ બનાવી રહ્યા છે. ત્યારે આવો જ એક વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ વિડીયો કીમ વિસ્તારના નદીના પટનો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે નદીના પટ્ટમાં દેશી દારૂની ભઠ્ઠી ખુલ્લેઆમ ધમધમી રહી છે. દારૂ બનાવવા માટે બે પીપ મૂકવામાં આવ્યા છે અને દેશી દારૂને […]

Top Stories
suratdAARU બુટલેગરો બેફામ બન્યાનો વધુ એક વિડિયો વાઇરલ, વીડિયો ઉતારી રહેલ યુવકને બુટલેગરે આપી ધમકી

સુરત,

સુરતમાં બુટલેગરો બેફામ થઇ ગયા છે અને ખુલ્લેઆમ દેશી દારૂ બનાવી રહ્યા છે. ત્યારે આવો જ એક વિડીયો વાઇરલ થયો છે. વાઇરલ વિડીયો કીમ વિસ્તારના નદીના પટનો છે. વિડીયોમાં તમે જોઇ શકો છે કે નદીના પટ્ટમાં દેશી દારૂની ભઠ્ઠી ખુલ્લેઆમ ધમધમી રહી છે.

દારૂ બનાવવા માટે બે પીપ મૂકવામાં આવ્યા છે અને દેશી દારૂને ઉકાળવામાં આવી રહ્યો છે. જો કે આ વિડીયો ઉતારવા માટે કોઇ જાગૃત નાગરિકે હિંમત કરી હતી અને દારૂની ભઠ્ઠી ચાલતી હતી ત્યાં પહોંચી ગયો હતો. નદીના પટમાં ચાલતી આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠી પાસે એક નહીં પણ ત્રણ જેટલા ઇસમો છે. જેમાંથી બે ઇસમો છે તે સાઇડમાં બેઠેલા છે.

જે જાગૃત નાગરિક આ વિડીયો ઉતારવા દારૂની ભઠ્ઠી પાસે પહોંચ્યા ત્યારે આ ત્રણમાંથી એક શખ્સ રોષે ભરાયો હતો અને તેને અહીંથી ચાલ્યો જવાનું કહ્યું હતું. આ બુટલેગર આટલે ન અટકાયો અને આ નાગરિકને એવું પણ કીધું કે તારે જેને કેવું હોય એને કંઇ દેજો મને કોઇની બીક નથી. આ ઉપરાંત તેના જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

બુટલેગરના ડરથી આ યુવાન ત્યાંથી ચાલ્યો જાય છે. પરંતુ સવાલ એ છે થાય છે કે જો કોઇ જાગૃત નાગરિક આવી રીતે ધમધમતી દારૂ બંધ કરાવવા માટે જીવનું જોખમ લેતો હોય તો પોલીસ કેમ નહીં.

દેશી દારૂની ભઠ્ઠી ચાલવા દેવામાં પોલીસની રહેમનજર છે કે શું તેવા અનેક પ્રશ્નો સત્તાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના અમલ માટે કડક કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ આ દેશી દારૂની ધમધમતી ભઠ્ઠીઓ જોઇને કહીં શકાય છે કે સરકાર માત્ર દારૂબંધીના વાયદા જ કરી રહી છે.