Not Set/ સુરત/ નરાધમ બાપે 13 વર્ષની સાવકી દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી

આ તો કેવો કળયુગ કે જ્યાં દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. એક બાજુ સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારા પોકારી રહી છે, પરંતુ હળહળતા કળીયુગમાં કેટલીક દીકરી એવી છે જે પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી. મોટાભાગના કિસ્સા એવું સામે આવ્યું છે કે છોકરી પર રેપ કે જાતીય શોષણ તેમના જ ઘરની કોઈ વ્યક્તિ દ્વારા […]

Gujarat Surat
maya 20 સુરત/ નરાધમ બાપે 13 વર્ષની સાવકી દીકરીને વારંવાર હવસનો શિકાર બનાવી

આ તો કેવો કળયુગ કે જ્યાં દીકરીઓ પોતાના ઘરમાં જ સુરક્ષિત નથી. એક બાજુ સરકાર બેટી બચાઓ, બેટી પઢાઓ’ના નારા પોકારી રહી છે, પરંતુ હળહળતા કળીયુગમાં કેટલીક દીકરી એવી છે જે પોતાના જ ઘરમાં સુરક્ષિત નથી. મોટાભાગના કિસ્સા એવું સામે આવ્યું છે કે છોકરી પર રેપ કે જાતીય શોષણ તેમના જ ઘરની કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવતું હોય છે. તે વ્યક્તિ પછી કાકા, મામા, ફુઆ, ભાઈ કે પછી સગો બાપ જ કેમ ન હોય. મોટાભાગના કિસ્સાઓમાં સાવકા પિતા જ સાવકી દીકરી સાથે રેપ કરતા હોય તેવું સામે આવ્યું છે ત્યારે વધુ એક આવો જ કિસ્સો સુરતથી સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર સુરતના સલાબતપુરા પોલીસે 30 વર્ષના એક નરાધમ બાપની ધરપકડ કરી છે. આ આરોપી છેલ્લા ત્રણ વર્ષમાં 13 વર્ષની સાવકી દીકરીને ઘણીવાર હવસની શિકાર બનાવી ચૂક્યો છે. આ ઘટના ત્યારે સામે આવી જયારે છોકરી પોતાની સાથે વધારે ખરાબ વર્તન ન થાય તે માટે ઘરેથી ભાગી ગઈ, જો કે પોલીસે પૂછપરછ કરતા છોકરીએ સમગ્ર ઘટના જણાવી હતી.

ફરિયાદના આધારે પોલીસે સાવકા પિતાની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ કે આ મામલે પોલીસે હજુ સુધી પીડિતાની મેડિકલ તપાસ કરાવી નથી અને તે વાતની જાણ કરી શકી નથી કે તેની સાથે વારંવાર જાતીય હુમલો થતાં તે કોઈ ગંભીર બીમારીનો ભોગ બની છે કે નહીં અથવા તો તેને ગર્ભ રહી ગયો છે કે નહી.

આરોપી સામે આઈપીસીની કલમ હેઠળ બળાત્કાર અને જાતીય શોષણ સિવાય પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. છોકરી પર વારંવાર રેપ કરવામાં આવતો હોવાથી તે તેની નાનીના ઘરે એક મહિનાથી રહેતી હતી અને ત્યાંથી પણ તે 9 દિવસ પહેલા ભાગી ગઈ હતી. છોકરીની માતાએ 11 નવેમ્બરે તે ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ તેની શોધખોળ હાથ ધરાઈ હતી અને અંતે તે તેની ફ્રેન્ડના ઘરેથી મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.